Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પાટણની GMERS ધારપુર હોસ્પિટલનાં ડીન . ડો. ગૌસ્વામી કોરોના સંક્રમિત: વેક્સિનના બંને ડોઝ લીધા હતા

ત્રણ દિવસ પહેલા ડોક્ટર મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં હાજર હતાં.

પાટણની GMERS ધારપુર હોસ્પિટલનાં ડીન કોરોના સંક્રમિત થયા છે. ડૉ. યોગેસાનંદ ગૌસ્વામી કોરોના સંક્રમિત થયા છે. ડો. ગૌસ્વામી કો-વેકસીનના બંને ડોઝ લીધા હતાં. પોતાના નિવાસ સ્થાને તેઓ હોમ કવોરન્ટાઇન થયા હતાં. ત્રણ  દિવસ પહેલા ડોક્ટર મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં હાજર હતાં. આ બેઠક પાટણની કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.

(12:08 pm IST)
  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST

  • ઘેર ઘેર કોરોનાના દર્દીઓ અને આગામી 15 દિવસ કે 1 મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે કોરોના વાઈરસ કેટલો ખતરનાક બનશે અને ક્યાં સુધી ચાલશે તેની કોઈ ગેરન્ટી નથી : લોકોએ સારુ વિચારવું જોઈએ અને સૌથી ખરાબ માટે તૈયાર રહેવું જોઈએ. આ મહામારીને નાથવા લાંબાગાળાની વ્યવસ્થા કરવી જોઈએ: નાગપુરમાં 100 બેડવાળી કોવિડ કેન્દ્રનું ઉદ્ધાટન કરતા ગડકરીએ જણાવ્યું કે સ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈને ખબર નથી કે ક્યાં સુધી ચાલશે access_time 11:50 pm IST

  • આંધ્રમાં કોરોના બેફામ બન્યો આકરા પગલાં તોળાઇ રહ્યા છે : આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસના વધતાં કેસોને જોતાં સી.એમ. જગન મોહન રેડ્ડીએ ઈમર્જન્સી બેઠક બોલાવી છે. access_time 5:52 pm IST