Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વલસાડ LCB પોલીસે મગોદ ગામના મમરી ફળિયા પાસેથી દારૂના જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાની બૂટલેગરોને પકડવાની રણનીતિમાં રંગ પુરતુ એલસીબી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ તાલુકાના મગોદ ગામના મમરી ફળિયા પાસેથી દારૂ ભરેલી ટ્રકને ઝડપી પોલીસ સૂત્રો પરથી માહિતી મુજબ ડી.એસ.પી ડો.રાજદિપસિંહ ઝાલા ના સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ LCB પોલીસ મગોદ ગામે પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે દમણ તરફથી એક ટ્રક આવનાર છે જેમાં મોટા પ્રમાણમાં દારૂ જઈ રહ્યો છે પોલીસે બાતમીના આધારે મગોદ ગામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક નંબર GJ.16.V.4437 આવી પોહચતા LCB ના એએસઆઈ રૂપસિંગ નંદરિયા, પ્રમોદ શાલિગ્રામ, યોગેશ રાઠોડ વગેરે એ ટીમે ટ્રક ને અટકાવી હતી અને ટ્રક માં તલાસી લેતા ટ્રક માંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટ્રક અટકાવતા ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો અને ચાલક ને વોન્ટેડ જાહેર કર્યો છે. ટ્રક માંથી મળી આવેલ અલગ અલગ બ્રાન્ડની વિસ્કી તથા બિયર અંદાજીત દારૂની 7008 જેટલી બોટલો મળી આવી હતી. 200 પેટી દારૂની કિંમત રૂપિયા 7,21,200 અને ટ્રકની કિંમત રૂપિયા 5 લાખ છે દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા 12,21,700 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી અને વોન્ટેડ બુટલેગરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે

(11:46 am IST)