Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ખામર ગામ પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક ઊંડી ખાઈમાં પડતા ડ્રાઈવર ક્લીનર કૂદી જતા આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદના ખામર ગામ પાસે એક ટાઇલ્સ ભરેલી ટ્રક ઊંડી ખાઈ માં ગરકાવ થતા કૂદી પડેલા ડ્રાઈવર અને ક્લીનર નો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભુસન છોટુ પાટીલ રહે.મહારાષ્ટ્ર ની ફરિયાદ મુજબ એ પોતાના કબજામાની ટ્રક નંબર MH - 18 - AA - 5937 પુર ઝડપે હંકારી લાવી એકદમ જોરથી બ્રેક મારતા બ્રેક તુટી જતા ભૂસન (ડ્રાઈવર)તથા કંડકટર ટ્રકમાંથી નીચે કુદી જઇ ટાઇલ્સ ભરેલ ટ્રક ઉંડી ખાઈમાં પલ્ટી ખાતા નુકશાન થયું હતું.સદનસીબે બંને કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો છે.

(1:14 am IST)
  • ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણી મોકૂફ રાખવામાં નહીં આવે : આવતીકાલ ગુરુવારે 18 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન : મીડિયા પર પંચાયતની ચૂંટણી મોકૂફ કરવાની ચાલી રહેલી અફવા ઉપર પૂર્ણવિરામ access_time 8:35 pm IST

  • કાર્તિક આર્યનની ફિલ્મ OTT પર વેચાનારી સૌથી મોંઘી ફિલ્મ : વરૂણ ધવન અને અક્ષય કુમારની ફિલ્મને પણ પછાડી access_time 12:42 pm IST

  • હરિદ્વાર મહાકુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલનું કૈલાશ હોસ્પિટલમાં કોરોનાથી નિધન: હરિદ્વારમાં કુંભ મેળામાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 1701 નવા કેસ મળ્યા: કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 2000 સુધી વધી શકે access_time 12:04 am IST