Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ગુજરાત હાઈકોર્ટમાં કાલે 11 વાગ્યે રાજ્યમાં કોવિડ પરિસ્થિતિને લઈને થશે સુઓમોટો અરજીની સુનાવણી

ગુજરાત હાઈકોર્ટમાં સરકારે એફિડિવિટ કર્યું:રાજ્યમાં વિકેન્ડ કરફ્યુ કે લોકડાઉનની સરકારની વિચારણાન નહીં :રાજ્ય સરકાર કોવિડ નિયંત્રણને લઈને લીધેલા પગલાં બાબતે બાબતે જવાબ રજૂ કરશે

ગુજરાત હાઈકોર્ટમાં કાલે 11 વાગ્યે રાજ્યમાં કોવિડ પરિસ્થિતિને લઈને સુઓમોટો અરજીની સુનાવણી થશેઆ ઉપરાંત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિયેશને પણ એમને પક્ષકાર તરીકે જોડવા કરેલ અરજી પર પણ સુનવણી થશે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે એફિડિવિટ કર્યું છે કે રાજ્યમાં વિકેન્ડ કરફ્યુ કે લોકડાઉનની સરકારની વિચારણાન નહીં ,રેમડેસિવિર ઈન્જેકશનના ભાવ ઘટાડવા એજન્સીને રજુઆત અને કાળાબજારી પર કાર્યવાહી કરાઈ છે, તમામ જીલ્લાની ખાનગી હોસ્પિટલમાં ઈન્જેકશન મળે તેવી વ્યવસ્થા :17 એપ્રિલ સુધી 100 ટકા ઓકિસજન આપવા આદેશ કરાયો છેરાજ્યમાં બેડની અછત નહીં હોવાનો સરકારનો દાવો  છે, અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ 2 અઠવાડિયામાં શરુ કરાશે જયારે  અમદાવાદની 142 હોસ્પિટલમાં 6283 બેડ હોવાનો દાવો પણ કરાયો છે ગુજરાતમાં કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ 61 પાનાનું એફિડિવિટ કોર્ટમાં રજુ કર્યુ છે

 

(11:10 pm IST)