Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ગાંધીનગર જિલ્લામાં ખાનગી હોસ્પીટલોને રેમડેસીવીર ઇન્જેક્શનની ફાળવણી કરવાની વ્યવસ્થા ગોઠવાઈ

દર્દીઓને હાલાકી ના પડે એ માટે જિલ્લા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા વ્યવસ્થા કરવા આદેશ : સિવિલમાંથી જરૂરિયાત મુજબના ઇન્જેક્શન મળી રહેશે

નોવેલ કોરોના વાઇરસ(Covid-19)ના ગાંધીનગર જિલ્લાનાં દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવામાં હાલાકી ન પડે તે માટે ગાંધીનગર જિલ્લા માટે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરમાં ઉપલબ્ધ જથ્થા પૈકી તેમની જરૂરીયાત મુજબનો જથ્થો રીઝર્વ રાખી અન્ય બચત રહેતા જથ્થામાંથી ખાનગી હોસ્પિટલોને પડતર કિંમતે inj.Remdesivirની ફાળવણી કરવાની રહેશે, ગાંધીનગર જિલ્લાની જે હોસ્પિટલોને inj.Remdesivirની જરૂરીયાત હોય તે આ સાથે સામેલ પત્રક-૧ મુજબની વિગતો સાથે covid19.inj.gnr@gmail.com ઇ-મેઇલ આઇડી પર હોસ્પિટલના અધિકૃત વ્યક્તિની સહી સાથે દરરોજ સાંજે ૪.૦૦ કલાક પહેલાં મોકલી આપવાના રહેશે.

સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરમાંથી રીઝર્વ જથ્થો બાદ કરતાં બચત રહેતા સ્ટોકમાંથી અત્રેથી આવનાર હુકમ મુજબ Pro rata basis પર પડતર કિંમતે ફાળવણી કરવાની રહેશે. સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરે પોતાની પાસે ઉપલબ્ધ જથ્થો રીઝર્વ જથ્થો વિગેરે વિગત આ સાથે સામેલ પત્રક પત્રક-૨ મુજબ covid19.in.gnr@gmail.com ઇ-મેઇલ આઇડી પર સવારે ૮.૦૦ વાગ્યે તથા ૪.૦૦ વાગ્યે બિનચુક મોકલી આપવાનું રહેશે.

સબબ, વ્યવસ્થા હેઠળ દર્દીઓના સગાઓ જથ્થો લેવા ન મોકલતાં સંબંધિત હોસ્પિટલોએ તેમને ફાળવેલ ઇન્જેક્શન મેળવવા હોસ્પિટલના અધિકૃત વ્યક્તિને જ અત્રેની સુચના મુજબ સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે મોકલી આપવાનું રહેશે

(9:09 pm IST)