Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગાંધીનગરમાં મેયર રીટાબેન પટેલ અને ડે.મેયર નાઝાભાઇ ધાંધરે ચાર્જ સંભાળ્યો

કોંગ્રેસે કહ્યું કોર્ટની વાતને સામાન્ય સભામાં મુકાવા બાદ જ ચાર્જ લઇ શકાય

ગાંધીનગર મહાનગરપાલિકામાં ઘણાં લાંબા સમયની કોર્ટની કસરત બાદ આજે મેયર તરીકે રીટાબેન પટેલ અને ડે.મેટર તરીકે નાઝાભાઈ ધાંધરે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાં જ ભાજપના તેમજ શહેરના નાગરિકો તેઓને મળવા મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવિણ પટેલે પક્ષ પલટો કર્યા બાદ કોંગ્રેસે કોર્ટમોં કેસ કર્યો હતો. અને ઉપરાંત મેયરની ચૂંટણી તથા તેમના એક કોર્ટ કેસ કર્યો હતો. ઉપરાંત મેયરની ચૂંટણી તથા તેમના એક કોર્પોરેટર અંકિતના અપહરણ અંગે પણ કોર્ટમાં કેસ કરી ન્યાય માટે માંગણી કરી હતી.

   જો કે ચાર્જ સંભાળતાની સાથે જ કમીરાતરની ઓફીસમાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. અને ચાર્જને ગેરકાયદેસર ગણાવ્યો હતો. તથા કોર્ટની વાતને સામાન્ય સભામાં મુકાવા બાદ જ ચાર્જ લઇ શકાય તેવો આગ્રહ રાખ્યો હતો જ્યાં પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્રતા પણ થઇ હતી.

(10:29 pm IST)