Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પાર્સલની આડમાં ઉદયપુરથી સુરત વિદેશી દારૂની હેરાફેરી : દારૂની 900 બોટલ જપ્ત કરાઈ :ભારતી વાઘેલાની ધરપકડ

સુરત :લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દારૂની હેરફેર પર સખત નજર રાખીને બેઠી છે તે છતાં દારૂનો ધંધો કરતા લોકો હેરફેર કરવા માટે કોઇક ને કોઇક રસ્તો શોધી લેતા હોય છે. હવે પાર્સલની મદદથી દારૂની સપ્લાય શરૂ કરવામાં આવી છે. ચાંગોદર પોલસીસે આ રીતે થતી હેરફેર પર નજર રાખીને વિદેશી બનાવટની દારૂની 900 બોટલ જપ્ત કરી છે.

  ચાંગોદરની એક ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર સુધીર ઉપાધ્યાયે ચાંગોદર પોલીસને માહિતી આપી હતી ક તેમની પાસે રાજસ્થાનના ઉદયપુરથી 12 પાર્સલ આવ્યાં છે જે શંકાસ્પદ છે. પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરી તો તેમાં 900 દારૂની બોટલ મળી આવી હતી.

  પૂછપરછ કરવામાં આવી તો સામે આવ્યું કે આ પાર્સલ ઉદયપુરની ચામુંડા કેમિકલ્સથી આવ્યાં હતા જેને સુરતના રોહિતા વાઘેલાએ મગાવ્યાં હતા. આના પર પોલીસે તરત કાર્યવાહી કરી તો તપાસમાં સામે આવ્યું કે આની પાછળ ભારતી વાઘેલા નામની એક મહિલાનો હાથ છે. સુરત પોલીસે તેની ધરપકડ કરીને અમદાવાદ લઇ ગઇ હતી

 

(10:00 pm IST)