Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વડોદરા: સીમકાર્ડ લઇ લોન આપવાના કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

વડોદરા:પાનકાર્ડ, આધારકાર્ડ જેવા દસ્તાવેજોમાં ચેડા કરીને ૧૬ સીમકાર્ડ લઇ લોન અપાવવાના કૌભાંડમાં સામેલ વધુ એક આરોપીની વારસીયા પોલીસે ધરપકડ કરી તપાસ આગળ વધારી છે. આ અંગેની વિગત એવી છે કે, ફતેપુરા ભાંડવાડામાં રહેતા મુબીન શેખ તેમજ ગણપત રાજપૂત દ્વારા લોકોના આધારકાર્ડ, પાનકાર્ડ મેળવી તેના આઇડી નંબરોમાં  ચેડા કરવામાં આવતા હતા અને ખોટા દસ્તાવેજો આવિષ્કાર સાયબર કાફેના સંચાલક બિરેન શાહ (રહે. આવિષ્કાર સોસાયટી હરણી વારસીયા રીંગરોડ) પાસે બનાવવામાં આવતા હતા.

(5:19 pm IST)