Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પાલનપુરમાં જંગલી રીછ જોવા મળતા વન વિભાગે રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યો

પાલનપુર: તાલુકાના કુશ્કલ ગામની સીમમાં જંગલી રીંછે દેખા દેતા ગામ લોકો ભયભીત થઈ ઉઠયા હતા અને રીંછ આવ્યું હોવાની વન વિભાગને જાણ કરવામાં આવતા પાલનપુર તેમજ દાંતીવાડા  વન વિભાગની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી જ્યાં રેસ્ક્યુ કરીને રીંછને પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાલનપુર તાલુકાના ચંડીસર ગામની સીમમાં રવિવારની વહેલી પરોઢે જંગલી રીંછ દેખાયું હતું. જે રીંછ ફરતું ફરતું કુશ્કલ ગામની સીમમાં ધામા નાખ્યા હતા. કુશ્કલ ગામની સીમમાં આવેલ રામાભાઈ ગોદડભાઈ પરમાર નામના ખેડૂતના ખેતરમાં ઉભેલા એરંડાના પાકમાં રીંછ દેખાતા ખેતર માલિક દ્વારા રીંછ અંગે ગામના સરપંચ ઘેમરભાઈ જુડાલને જાણ કરવામાં આવતા સરપંચ દ્વારા જંગલી રીંચ ગામમા ંકોઈ નુકસાન પહોંચાડે તે પહેલા રીંછને પકડી પાડવા માટે વન વિભાગને જાણ કરાઈ હતી. તેને લઈ પાલનપુરના આર.એફ.ઓ. એચ.જે.  ચૌધરી અને દાંતીવાડા આર.એફ.ઓ.  શક્તિસિંહે પોતાની ટીમ સાથે તાબડતોબ કુશ્કલ ગામે દોડી આવ્યા હતા અને ખેતરમાં એરંડાના પાકમાં સંતાયેલ રીંછને પકડી પાડવા માટે પાંજરું મુકીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું.

(5:16 pm IST)