Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

આખા ગામના લોકોએ થનારી દુલ્હન માટે પાણી ભેગું કર્યું :પીઠીની રસમ વેળાએ પાણી ખૂટી ગયું

દીકરીને પાણી લાવવા ઘરની બહાર એકલી જતી જોઈને આખું ગામ મદદે દોડ્યું :ઢોલ વગાડીને ગામમાં ફરીને પાણી ભેગું કર્યું

ગુજરાતમાં છોટાઉદેપુરના જાંબુઘોડા ગામમાં એક દીકરીને મદદ કરવા માટે આખુ ગામ એકજૂથ થઈ ગયું.હતું આ ગામમાં એક ઘરમાં લગ્ન દરમિયાન પીઠીની રસમ ચાલી રહી હતી, ત્યારે પાણી પૂરું થઈ ગયું. દીકરી એટલે કે વધુએ જ આ રસમ બાદ પાણી લાવવા માટે ઘરેથી નીકળવું પડ્યું. દીકરીને એકલી જતી જોઈ લગ્નમાં હાજરી આપવા આવેલા સગા- સંબંધીઓ અને પછી ગામની 50 કરતા પણ વધુ મહિલાઓ પણ તેની સાથે પાણી ભરવા ગઈ. લોકોએ ઢોલ વગાડીને ગામમાં ફરીને પાણી ભેગું કર્યું હતું .

  વધુ અસ્મિતા ભીલે જણાવ્યું હતું કે, મહેમાન આવ્યા છે અને ઘરમાં પાણી પૂરું થઈ ગયું. તેઓ હેરાન થઈ ગયા, આથી મારે પાણી ભરવા માટે જવું પડ્યું. ગ્રામીણ હિંમતભાઈ ભીલે જણાવ્યું હતું કે, ગામમાં આશરે 500 લોકો રહે છે. અહીં પાણીની 2 ટાંકીઓ, 3 બોરિંગ અને 10 કરતા વધુ હેન્ડપંપ છે. ગરમીમાં અહીં જળસંકટ વધી જાય છે. ગામમાં 10 દિવસથી પાણીની અછત છે. જે ઘરોમાં સામાજિક કાર્યક્રમ હોય છે, ત્યાં અચાનક પાણીની તંગી સર્જાય છે.

(9:19 pm IST)