Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે કરજણમાં બાઇક રેલી યોજાઇ

મૂળ નિવાસી એક્તા મંચના કાર્યકરો જય ભીમના જયઘોષ સાથે બાઇકો પર સવાર

ભારત દેશના બંધારણના ઘડવૈયા મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતી પ્રસંગે રવિવારના રોજ કરજણ નગરમાં મૂળ નિવાસી એક્તા મંચ દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરાયું હતું.

  બાઇક રેલી પ્રસંગે સૌ પ્રથમ નગરમાં આવેલી સિવિલ કોર્ટ સામે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને ભીમ જન્મોત્સવ ઉજવાયો હતો. ત્યારબાદ મૂળ નિવાસી એક્તા મંચના કાર્યકરો જય ભીમના જયઘોષ સાથે બાઇકો પર સવાર થઇ નગરના વિવિધ માર્ગો પર રેલી સ્વરૂપે ફર્યા હતા.

(7:54 pm IST)