Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

મારવાડ-આબૂ રોડ વચ્ચે છ ટ્રેન રદ કરવા માટેનો નિર્ણય

ચાર ટ્રેનોમાં થર્ડ એસી કોચ મુકવાનો પણ નિર્ણય : અમદાવાદ-અજમેર ઇન્ટરસીટી ૨૨ એપ્રિલથી ૨૫મી એપ્રિલ સુધી બંધ રહેશે : મોટી સંખ્યામાં લોકો અટવાશે

અમદાવાદ, તા. ૧૫ : ઉત્તર પશ્ચિમ રેલવેના મારવાડ-ભીનવાલિયા સ્ટેશનો વચ્ચે ડબલીકરણની કામગીરી ચાલી રહી હોવાથી ૨૨મી એપ્રિલથી છ ટ્રેનો રદ કરવામાં આવી રહી છે જે ટ્રેનો રદ કરવામાં આવી રહી છે તેમાં ટ્રેન સંખ્યા ૧૯૪૧૧ અમદાવાદ-અજમેર ઇન્ટરસીટી એક્સપ્રેસ ૨૨મી એપ્રિલથી ૨૫મી એપ્રિલ સુધી બંધ રહેશે. આવી જ રીતે ટ્રેન નં. ૧૯૪૧૨ અજમેર- અમદાવાદ એક્સપ્રેસ ૨૩મીથી ૨૬મી એપ્રિલ સુધી બંધ રહેશે. ટ્રેન સંખ્યા ૫૪૮૦૩ જોધપુર-અમદાવાદ પેસેન્જર ૨૨મી એપ્રિલથી ૨૫મી એપ્રિલ સુધી બંધ રહેશે. ટ્રેન સંખ્યા ૫૪૮૦૪ અમદાવાદ-જોધપુર પેસેન્જર ૨૨મીથી ૨૭મી એપ્રિલ સુધી બંધ રહેશે. ટ્રેન સંખ્યા ૫૪૮૦૫ અમદાવાદ-જયપુર પેસેન્જર ૨૨મીથી ૨૫મી એપ્રિલ સુધી બંધ રહેશે. આવી જ રીતે જયપુર-અમદાવાદ પેસેેન્જર ૨૧મીથી ૨૬મી સુધી બંધ રહેશે. બીજી બાજુ પુણેથી રવાના થનાર ચાર ટ્રેનોમાં તૃતીય એસી કોચ લગાવવામાં આવશે. પુણે-ભગતકીકોઠી, પુણે-અમદાવાદમાં થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. પુણે-વેરાવળ ટ્રેનમાં પણ એસી કોચ લગાવવામાં આવશે. પુણે-ભુજમાં પણ આ સુવિધા ગોઠવવામાં આવી રહી છે. પુણે-અમદાવાદ એક્સપ્રેસમાં બીજી મેથી પુણેથી તથા ત્રીજી મેથી અમદાવાદથી થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. બીજી બાજુ ગાંધીધામ-બાંદરા ટર્મિનસમાં પણ થર્ડ એસી કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છ ટ્રેનો મારવાડ-આબૂ રોડ વચ્ચે બંધ કરવામાં આવતા અજમેર ધાર્મિક સ્થળ પર જતાં મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાથે સાથે ઘણી ટ્રેનો કપાતા રાજસ્થાન તરફ જતાં લોકોનેઅંધાધૂંધીનો સામનો કરવો પડશે.

(9:29 pm IST)