Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

અમદાવાદના પાલડીમાં પ્રવીણ તોગડિયાના સમર્થકો ઉમટ્યા :અલગ પક્ષ રચવા માંગ તોગડિયાએ ફગાવી

તોગડીયા દ્વારા સાધુ સંતો,હિન્દૂ નેતાઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ :કોર કમિટી ઉપવાસ સ્થળ કરશે નક્કી :જિલ્લામાં બેઠકો કરી રણનીતિ ઘડાશે

અમદાવાદ :અમદાવાદના પાલડીમાં આવેલા વણીકર ભવનમાં પ્રવીણ તોગડીયાના સમર્થકો ઉમટ્યા પડ્યા હતા અને પ્રવીણ તોગડીયા સાધુ સંતો અને હિંદુ નેતાઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.ઉમટી પડેલા  કાર્યકરોએ પ્રવિણ તોગડિયા સમક્ષ અલગ પક્ષ રચવાની માંગ કરી હતી. જોકે તોગડિયાએ માંગ ફગાવી દીધી હતી
   આજે કોર કમિટીની બેઠક યોજાઈ હતી કોર કમિટીની બેઠકમાં ઉપવાસનું સ્થળ નક્કી કરશે અને  મીટીંગમાં ભાગ લેવા આવેલા હોદ્દેદારો પોતાના જીલ્લામાં બેઠકો યોજશે. અને બેઠકમાં ઉપવાસ દરમ્યાન મોટી સંખ્યામાં કાર્યકરોને હાજર રાખવા રણનીતિ ઘડાશે. મીટીંગમાં ચર્ચાયેલા મુદ્દાથી નિચલા સ્તરના કાર્યકારોને માહિતગાર કરાશે.

(8:35 pm IST)
  • અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયા સામે લશ્કરી પગલાં લેતાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પરિણામો ભોગવવા ચેતવણી આપી છે. શનિવારે થયેલા હવાઈ હુમલા સીરિયા પરનું આક્રમણ હોવાનું કહેતાં રશિયાએ જણાવ્યું હતું કે આ હુમલાને પગલે સીરિયામાં માનવીય મુશ્કેલીઓ વધશે અને આંતરરાષ્ટ્રીય સંબંધ શૃંખલામાં પણ વિધ્વંસક અસરો સર્જાશે. access_time 12:35 am IST

  • પંજાબના બે વેપારીને કેટલાક અજાણ્યા શખ્સોએ ૧૦૦ કરોડથી વધુનો હવાલો અને તેનું કમિશન આપવાની લાલચ આપી હતી. લાલચના નામે અમદાવાદ આવેલા પંજાબના બલદેવસિંહ અને સુરેન્દ્ર કુમારનું અપહરણ નકલી પોલીસ બનીને કરવામાં આવ્યું હતું. અને ખંડણી માગવામાં આવી હતી. ત્યારે આ મામલે નવરંગપુરા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે અને પોલીસે દર્શન ચાવડા, પુજન ખમાર અને કાર્તિક પટેલની ધરપરડ કરી છે. access_time 12:41 am IST

  • આઈપીએલ સીઝન 11ની 10મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે નિર્ધારીત 20 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 138 રન કર્યાં અને સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં હૈદરાબાદ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 139 રન કર્યાં. હૈદરાબાદે કોલકાતાને 5 વિકેટથી હરાવ્યું. હૈદરાબાદની આ સતત ત્રીજી જીત છે અને પોઈન્ટ ટેબલમાં તે 6 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. access_time 12:51 am IST