Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ગરમીમાં દિન પ્રતિદિન વધુ વધારો : પારો ૪૨ થયો છે

અમરેલી સૌથી વધુ ગરમીનો અનુભવ લોકોએ કર્યો : અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં હજુ પણ વધારો થવાના સંકેત : અમદાવાદ ખાતે મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી

અમદાવાદ, તા.૧૫ :  અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર ગરમીનો પારો વધી રહ્યો છે. આજે અમરેલીમાં પારો ૪૨ સુધી પહોંચી ગયો હતો. અહીં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૩ અને લઘુત્તમ તાપમાન ૨૩.૯ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે આજની સરખામણીમાં વધી શકે છે. આજે અમદાવાદમાં આજે આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. નિચલી સપાટી પર ઉત્તર પશ્ચિમી પવનો હાલમાં ફૂંકાઈ રહ્યા છે. મહત્તમ તાપમાનમાં નજીવા સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે. તે જોતા સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી  ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૭ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૨૪૫, કમળાના ૫૩, ટાઇફોઇડના ૭૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આ મહિનાની શરૂઆત થઇ છે ત્યારે ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૭ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૫૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૩ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૨ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના કોઇ કેસ નોંધાયા નથી. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા હિટવેવને લઈને પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે વધારે પાણી પીવાની સલાહ નિષ્ણાત તબીબો લોકોને આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૂઆત કરાઈ છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ..................................................... ૪૦.૩

ડિસા............................................................. ૩૮.૯

ગાંધીનગર.................................................... ૩૯.૫

ઇડર.................................................................... -

વીવીનગર.................................................... ૪૦.૧

વડોદરા......................................................... ૪૦.૬

સુરત................................................................ ૩૫

વલસાડ........................................................ ૩૫.૯

અમરેલી........................................................... ૪૨

ભાવનગર......................................................... ૪૦

રાજકોટ......................................................... ૪૧.૧

સુરેન્દ્રનગર.................................................... ૪૧.૬

ભુજ.................................................................. ૪૦

નલિયા.......................................................... ૩૪.૮

કંડલા એરપોર્ટ................................................ ૪૧.૯

કંડલા પોર્ટ........................................................ ૩૭

મહુવા........................................................... ૩૭.૪

(9:29 pm IST)