Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

અમદાવાદના રેપ કેસમાં યુવતીના નિવેદન બાદ આરોપીનો નિર્દોષ છુટકારો

અમદાવાદઃ 2 વર્ષ પહેલાં થયેલા રેપ કેસની સુનાવણીમાં કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો. POCSO કોર્ટમાં છોકરીએ આપેલા નિવેદનને પગલે કોર્ટે આરોપીને બેનિફિટ ઑફ ડાઉટનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો છે. રેપ કેસની સુનાવણી દરમિયાન છોકરીએ કહ્યું હતું કે અન્ય બાળકો સાથે રમતી વખતે તે ઇજાગ્રસ્ત થઇ હતી.

6 માર્ચ 2015ના રોજ કૌશલસિંહ ચૌહાણ (25) પર 6 વર્ષીય દલિત છોકરી પર રેક કરી તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘૂસાડવાનો આરોપ લાગ્યો હતો. ગવર્નમેન્ટ હોસ્પિટલમાં એક મહિના માટે છોકરીની સારવાર ચાલી હતી. આઇપીસી, પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી ચૌહાણની ધરપકડ કરી લેવામા આવી હતી.

ધરપકડના 2 વર્ષ બાદ મિર્ઝાપુર કોર્ટમાં છોકરીએ નિવેદન આપ્યું કે બાળકો સાથે રમતી વખતે તે ઇજાગ્રસ્ત થઇ હતી, છોકરીના નિવેદન બાદ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે. ચૌહાણે દુષ્કર્મ કર્યું હોવાનો ઇનકાર કરતાં છોકરીએ કહ્યું હતું કે રમતી વખતે સળિયો પ્રાઇવેટ પાર્ટમાં ઘૂસી ગયો હતો.

સવાલોના જવાબ આપવાની છોકરીની ક્ષમતા અને સમજણની ખાતરી કર્યા બાદ વિક્ટિમનું નિવેદન નોંધવામાં આવ્યું હોવાનું કોર્ટે ધ્યાનમાં લીધું. ટ્રાયલ પૂર્ણ કર્યા બાદ કોર્ટે કહ્યું કે આ કેસમાં આરોપી પર કારણજોગ શંકા પેદા કરવામાં ફરિયાદી વકીલ નિષ્ફળ રહ્યા છે. અન્ય બાળકો સાથે ઇજાગ્રસ્ત થઇ હતી અને તે રેપની વિક્ટિમ ન હોવાથી વળતરની હકદાર નથી. ઉપરાંત ચૌહાણે બાળકીને નુકસાન ન પહોંચાડ્યું હોવાથી તેના પરથી એટ્રોસિટી એક્ટના ચાર્જિસ પણ હટાવી લેવામા આવ્યા છે.

(5:07 pm IST)