Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

નડિયાદ પોલીસની પેટ્રોલિંગ વાનને ટ્રેલરે ટક્કર મારતા આઠ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી:બે પોલીસકર્મીનો બચાવ

અમદાવાદ -વડોડરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરના ડ્રાયવરે કાબુ ગુમાવતા અકસ્માત :પીઆઇ સહિતના અધિકારીઓ દોડી ગયા

નડિયાદમાં પોલીસની પેટ્રોલીંગ વાનને ટ્રેલરે ટક્કર માર્ટા વાન આઠ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરના ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો.જેમાં બે  પોલીસકર્મીઓને આબાદ બચાવ થયો છે. આ ઘટનાની જાણ થતા પીઆઇ  અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા  અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.


  અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગત મોડી રાત્રે  નડિયાદ શહેરની પોલીસ મોબાઈલ વાન જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અચાનક પાછળથી એક ટ્રેલર ધસી આવ્યુ હતું. જેની ટક્કર વાનને લાગી હતી.જેથી પોલીસ વાન ડિવાઈડર તોડીને હાઈવેની બાજુમાં રહેલ 8થી 10 ફૂટના ખાડામાં ખાબકી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે પોલીસવાનમાં જે બે કર્મચારીઓ હતા તેમનો આબાદ બચાવ થયો હતો. આ પોલીસકર્મીઓને ઇજા થતા તેમને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.  

(12:20 pm IST)