Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

સુરત ; સચિનના લાજપોરમાં પ્રસૂતાના પેટમાં બાળકના મોત બાદ માતાનું પણ મોત થતા હોબાળો ;તબીબની બેદરકારીનો આરોપ

પ્રસુતાના પેટમાં રહેલા મૃત બાળકને કાઢવામાં ન આવતા માતાનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

સુરતના સચિનના લોજપોરમા આવેલ એક હોસ્પિટલમાં પ્રસૂતાના પેટમાં બાળકનું મોત થયા બાદ માતાનું પણ મૃત્યુ નિપજતા પરિવારજનોએ તબીબની બેદરકારીનો આરોપ મૂકીને હોબાળો મચાવ્યો હતો

 મળતી વિગત મુજબ મૂળ બિહારના ગોપાલ ગંજના રહેવાસી નીલમ ગુપ્તા સુરતમાં સચીન તલગપુર ખાતે આવેલી સરદાર નગરમાં પરિવાર સાથે રહે  છે  નીલમ છેલ્લા ત્રણ દિવસથી પ્રેગનન્સીને લઈને સચિનમાં લોજપોર ખાતે આવેલી રોહિમીયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ હતી. દરમિયાન પ્રસુતના પેટમાં જ બાળકનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.
  ગર્ભમાં જ બાળકનું મોત નિપજ્યા બાદ પ્રસુતાની તબિયત લથડી હતી. જેથી તેણીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પ્રસુતાને ખેંચ આવવાથી મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો. અને પ્રસુતાના પેટમાં રહેલા મૃત બાળકને કાઢવામાં ન આવતા માતાનું પણ મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

(12:11 pm IST)