Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

રાપરની મહિલાના પેટમાં કાતર ભૂલી જનાર અમદાવાદ સિવિલના ત્રણ તબીબી સામે આખરે ગુન્હો નોંધાયો : ધરપકડ પણ થશે

અમદાવાદ :  શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન સમયે દર્દીના પેટમાં કાતર ભુલી જનારા ત્રણ તબીબો સામે શાહીબાગ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

વર્ષ ર૦૧રમાં કચ્છના રાપર તાલુકામાં ભંગોરા ગામમાં રહેતા કમાભાઇ ચાવડાની ૩પ વર્ષની પત્ની જીવીબેનના પેટમાંથી ૪ કિલોની ગાંઠ કાઢવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કર્યા બાદ ડોકટરો પેટમાં કાતર ભૂલી ગયા હતા. પાંચ વર્ષ સુધી મહિલાના પેટમાં કાતર રહી હતી. આ મહિલાને અચાનક પેટમાં દુઃખાવો થતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં એકસ-રે રિપોર્ટમાં પેટમાં કાતર હોવાનું ડો. સ્નેહલ ચૌહાણના ધ્યાન પર આવ્યું હતું. આ સાંભળી જીવીબેન બેભાન થઇ ગયા હતા. સિવિલના તબીઓએ આ મહિલાના પેટનું ઓપેરશન કરી પેટમાંથી કાતર કાઢી હતી જો કે મહિલાનું મોત થતા પરિવારના સભ્યોએ શાહીબાગ પોલીસ મથકે ડો. હાર્દિક ભટ્ટ, ડો. સીલીલ પાટીલ અને ડો. પ્રેરક પટેલ સામે તબીબો વિરૂધ્ધ ફરીયાદ કરી હતી. આ બનાવ અંગે સરકારે ત્રણ તબીબબોની કમિટી રચી હતી જીવીબેનના મોત બાદ હોબાળો પણ થયો હતો.

(11:30 am IST)