Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ભરૂચની અેન જે જ્વેલર્સને નિશાન બનાવતા તસ્કરોઃ બે લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા

ભરૂચઃ ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં અને લાલ બજાર પોલીસ ચોંકી ની નજીક માં આવેલ એન જે જ્વેલર્સ ના તાળા તોડી અજાણ્યા તસ્કરો એ દુકાન માં પ્રવેશ કરી સોના.ચાંદી ના દાગીના તેમજ ૪૭ હજાર જેટલી રોકડ મળી કુલ અંદાજીત ૧ લાખ ૯૭ હજાર જેટલા ની મત્તા ઉપર હાથફેરો કરી જતા વિસ્તાર માં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.

બનાવ અંગે જાણ દુકાન સંચાલક ભાવેશ ભાઈ સોની એ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ઘટના અંગે ની તપાસ હાથધરી દુકાન માં લાગેલા સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનો નોંધી અજાણ્યા તસ્કરો ને ઝડપી પાડવા ના ચક્રોગતિમાન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલ બજાર પોલીસ ચોંકી ના આજુબાજુ વિસ્તાર ની દુકાનો અને ખાસ કરી ને જ્વેલર્સ ની દુકાનો તૂટવા ની ઘટનાઓ અવાર નવાર સપાટી ઉપર આવી છે. જે સ્થાનિક પોલીસ ની આબરૂ ના ધજાગરા તસ્કરો ઉડાડતા હોય તેમ લાગી રહ્યું છે. અને તસ્કરો માં આખરે ક્યારે ખાખી નો ખોફ ઉભો થશે તે પ્રકાર ની ચર્ચા આ પ્રકાર ના ચોરીઓના બનાવો બાદ થી ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.

(8:18 pm IST)