Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

અેન્ટીક સિક્કા અને ચલણી નોટોનો સંગ્રહ કરનાર ભરૂચના અનવર બાવા હત્યાઃ બે શખ્સોની ધરપકડ

ભરૂચઃ ભરૂચમાં જુના સિક્કા અને ચલણી નોટોનો સંગ્રહ કરનાર યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ પ્રકરણમાં બે શખ્‍સોની ધરપકડ કરી છે.

ભરૂચમાં બે દિવસ અગાઉ કોટ પારસી વાડ વિસ્તારમાં આવેલા ફિરદોસ એપાર્ટમેનના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૪ માંથી સુલેમાન મહંમદ બાવા ઉર્ફે અનવર બાવા નામના ઈશમની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી પી એમ કરાવતાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો. જેમાં મૃતકને કોઈ તીક્ષણ હત્યાર વડે મારી ગળું દબાવી હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

સમગ્ર પ્રકરણમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ગંભીરતા સમજીને ઝીણવટ ભરી તપાસ હાથ ધરતાં પોલીસને મોટી સફળતા સાંપડી હતી. આ હત્યાના બનાવમાં ભેદ ઉકેલ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક અનવર બાવા એન્ટીક સિક્કા તથા ચલણી નોટોનો સંગ્રહ કરતા હોય શહેરના પરદેશી વાડ વિસ્તારમાં રહેતા તેઓના મિત્ર ડો.સરફરાઝ ઘડિયાળીના ક્લિનિક પર અવાર નવાર બેસવા જતા હતો. જેથી તેઓ અનવરબાવાની દરેક વાતથી પરિચિત એવા ડો.સરફરાઝ ઘડિયાળી અને મુસ્લિમ ખારવાવાડ ખાતે રહેતા કમ્પાઉન્ડર જાવેદ અબ્દુલ મજીદ શેખ એ તેની હત્યા અંગેનો કારસો રચ્યો હોવાની વિગતો સામે આવી હતો.

ગત તારીખ ૮/૦૪/૨૦૧૮ ના રોજ અનવર બાવાના ઘરે ડો.સરફરાઝ અને કમ્પાઉન્ડર જાવેદે ફિરદોસ એપાર્ટમેમાં જઈને એકલવાયુ જીવન જીવતા અનવર બાવાનું દોરી વડે ગળું દબાવી તીક્ષણ હત્યાર વડે હત્યા કરી મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસ કાર્યવાહીમાં ઝડપાયેલ બંને આરોપીઓ પાસેથી પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. જેમાં મૃતક અનવર બાવા નામનો ઈશમ એન્ટીક સિક્કા તેમજ જૂની વિદેશી ચલણી નોટોનો સંગ્રહ કરતો હોય અને વર્ષો જુની વસ્તુનું સંગ્રહ કરતા હોય જે મામલે હત્યા કરી હોવનું તપાસમાં બહાર આવ્યું હતું.

સમગ્ર મામલે લોકલ ક્રાઇમ બ્રાંચે ૧૭૬૦ જૂના સિક્કાઓ. જેની કિંમત આશરે ૫,૦૦,૦૦૦. વિદેશી ચલણી નોટો તથા ભારતીય ચલણી નોટો રૂપિયા ૪૫.૬૩૯ મળી કુલ રૂપિયા ૫.૪૫.૬૩૯ તેમજ હત્યામાં ઉપયોગમાં લેવાયેલ બજાજ પલ્સર અને મોબાઈલ મળી કુલ ૫,૮૯,૬૩૯ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:17 pm IST)