Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ગાય-ભેંસની જેમ હવે દરરોજ ૧પ૦૦ લિટર જેટલું ઉંટનું દુધ કચ્છની ડેરીઓમાં સપ્લાય થવા લાગ્યુંઃ ચોકલેટનું પણ ઉત્પાદન કરાયું

વડોદરાઃ કચ્છમાં દરરોજ ૧પ૦૦ લિટર જેટલું ઉંટનું દુધ ડેરીઓમાં સપ્લાય થવા લાગ્યું છે.

ચાર વર્ષથી સ્થાપવામાં આવેલા કચ્છ ઉંટ ઉછેર માલધારી સંગઠનના કારણે હવે ગાય-ભેંસના દુધની જેમ રોજ ૧૫૦૦ લિટર જેટલુ ઉંટનુ દુધ ડેરીને સપ્લાય થવા માંડયુ છે.ઉંટના દુધમાંથી ચોકલેટ પણ બનવા માંડી છે.

૨૦૧૧માં સ્થપાયેલા આ સંગઠનને ઉંટ સર્વધનના પ્રયાસો બદલ આજે એફજીઆઈના એવોર્ડ સમારોહમા સન્માનિત કરવામાં આવ્યુ હતુ.સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારીએ એક વાતચીતમાં કહ્યું હતું કે રાજસ્થાનમાં ઉંટોની સંખ્યા ૨ લાખ છે અને તેની સરખામણીએ ગુજરાતમાં ૩૩૦૦૦ જેટલા ઉંટ છે.જેમાંના ૧૨૦૦૦ જેટલા કચ્છમાં છે.અમે બનાવેલા સંગઠનમાં રબારી, ફકીરાણી, સમા જેવી અલગ અલગ કોમ્યુનિટીના ૩૮૦ જેટલા ઉંટ પાલકો જોડાયેલા છે.

તેમણે કહ્યું હતું કે અમારુ સંગઠન  ઉંટનુ દુધ એકઠુ કરીને ડેરીને આપીએ છે અને આ દુધના પ્રતિ લિટર ૫૦ રૃપિયા અમને મળે છે.ગયા વર્ષે જ ભારતની પહેલી ઉંટના દુધની ડેરી કચ્છમા ંસ્થપાઈ છે.ઉંટના દુધમાં ડાયાબિટિસ સામે રક્ષણ આપતા ઘણા પોષક તત્વો છે.બહુ જલ્દી અમે ઉંટનુ દુધ લોકો પી શકે તે માટે માર્કેટમાં વેચવા માટે મુકવાના છે.

(8:16 pm IST)