Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પોલીસ કોન્‍સ્‍ટેબલ અને આસિસ્‍ટન્ટ સબ ઇન્‍સ્‍પેક્ટરની પરીક્ષામાં ગેરરીતિઃ ઉમેદવારો દ્વારા સામુહિક આત્મવિલોપનની ચિમકી સાથે હાઇકોર્ટમાં અરજી

ગાંધીનગરઃ તાજેતરમાં લેવાયેલ પોલીસ કોન્‍સ્‍ટેબલ અને અેઅેસઆઇની પરીક્ષામાં ગેરરીતિ થયાનું ખુલ્યા બાદ ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરીને આત્મવિલોપનની ચિમકી અપાઇ છે.

પોલીસખાતામાં 15 કે તેથી વધુ વર્ષ પૂર્ણ કરનાર પીએસઆઈ બની શકે તે માટે ગત વર્ષે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર(એએસઆઈ) ખાતાકીય પરીક્ષા(મોડ-૨)ની પરીક્ષા લેવામાં આવી હતી.

જેમાં અંગ્રેજી વિષયના પેપરમાં જે પોલીસકર્મીને અંગ્રેજીનું જ્ઞાન ન હોવા છતાં ચોરીઓ કરી પાસ થઇ ગયા હોવાનું અને પરીક્ષા ઇન્ચાર્જે ભ્રષ્ટચાર આચરી તેઓને પાસ કરી દીધા હોવાના આક્ષેપ સાથે જશુભાઈ વસાવા અને અન્ય પોલીસકર્મીઓએ હાઇકોર્ટ રજિસ્ટ્રારને અરજી કરી સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપી છે.

પીએસઆઈ મોડ-૨ની અંગ્રેજીની પરીક્ષા રદ નહિ કરવામાં આવે તો સામૂહિક આત્મવિલોપન કરશે તેવી અરજીને લઇ રજિસ્ટ્રારે ગુજરાત રાજ્યના પોલીસ વડાને  પત્ર વાર જાણ કરતાપોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. પત્ર લખી કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીનાં પગલાં લેવા જાણ કરી છે.

નોંધનીય છે કે, ગત 23 જુલાઈ 2017ના રોજ રોજ ખાતાકીય પીએસઆઈ મોડ-૨ની અંગ્રેજીની પરીક્ષા લેવામાં આવી હતી. . જેમાં ગૌણ સેવા મંડળની બેદરકારીના કારણે ૭૦ ટકા પોલીસ કર્મીઓ ચોરી કરી પાસ થઇ ગયા છે. અંગ્રેજીનું જ્ઞાન ન હોવા છતાં ૭૦ ટકા તેમાં માર્ક્સ આવેલા છે.

અરજીમાં માગ કરવામાં આવી છે કે લેવાયેલી અંગ્રેજીની પરીક્ષા કેન્સલ કરી યોગ્ય નામ મુજબ વ્યવ્યસ્થા ગોઠવી અને યોગ્ય આઇપીએસની હાજરીમાં પરીક્ષા લેવામાં આવે. જો અંગ્રેજીની પરીક્ષા ફરી નહિ લેવાય તો અન્યાય થયેલા તમે પોલીસકર્મીઓ સામૂહિક આત્મવિલોપન કરશે. જેની તમામ જવાબદારી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની રહેશે.

(11:17 am IST)