Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

લાખો રૂપિયાના લાંચ પ્રકરણમાં અધિકારીઓના અેકાઉન્‍ટમાંથી લાખો રૂપિયાની રોકડ મળી

ગાંધીનગરઃ બે દિવસ પહેલા અેસીબી ટીમે ગાંધીનગરમાં દરોડા પાડીને સરકારી અધિકારીઓને લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ હવે તેમના બેંક અેકાઉન્ટ તપાસવામાં આવી રહ્યા છે ત્યારે જુદા-જુદા અધિકારીઓના બેંક અેકાઉન્‍ટમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ મળી આવે છે.

 

ગાંધીનગરની એસીબી ટીમે 12મી એપ્રિલ 2018ની સાંજે 6 વાગ્યે સેક્ટર-10માં આવેલી કચેરીમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. એસીબીની તપાસમાં નિગમના જોઈન્ટ ડાયરેક્ટર કે.સી. પરમારના ડ્રોઅરમાંથી રૂપિયા 40 લાખ રોકડા મળી આવ્યા હતાં. તો 15 લાખ અન્ય અધિકારીઓ પાસેથી મળી આવ્યાં હતા. આમ કુલ 55 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

ત્યારે આ સમગ્ર મામલે જમીન વિકાસ નિગમના અધિકારીઓનો લાંચ લેવાનો સિલસિલો કેટલા સમયથી ચાલતો હતો ? તે અંગેના કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

મહત્વું છે કે તળાવની ગ્રાન્ટ મંજૂર કરવા માટે કમિશન લેવામાં આવતું હતું. ગ્રાન્ટ પાસ કરવા માટે 20થી 30 ટકા કમિશન આ સરકારી બાબુઓ લેતા હતા. હાલ તો આ તમામ અધિકારીઓની ડાયરી અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે.

હવે એ જાણીએ કે કોની પાસેથી શું મળ્યું?

1. કે.સી પરમાર, જોઈન્ટ ડાયરેક્ટર

ઓફિસમાંથી 40 લાખ રૂપિયા રોકડા મળ્યા

ઘરમાંથી 11.40 લાખ રૂપિયાનું પરચૂરણ મળ્યું

મહત્વનું છે કે કે.સી. પરમારના 50થી વધુ બેન્ક અકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. પાના ભરાય તેટલા અકાઉન્ટ નંબર કે.સી. પરમાર પાસેથી મળી આવ્યા છે. ગુજરાતમાં મળતિયારો રાખી કે.સી પરમાર કૌભાંડ ચલાવતા હોય તેવું સામે આવ્યું છે. અને તેઓ રાજ્યભરમા ફીલ્ડ ઓફિસરોને તગડુ કમિશન આપતા હતા.

2. ડો.કે.એસ.દેત્રોજા, મેનેજિંગ ડાયરેક્ટર

ઓફિસમાંથી રોકડા રૂપિયા 1.29 લાખ અને સોનાનું પેન્ડલ સહિત બુટ્ટી મળી આવી

જ્યારે ઘરમાંથી 20 લાખનું પરચૂરણ મળી આવ્યું.

3. એસ.વી.શાહ, કંપની સેક્રેટરી

ઓફિસમાંથી રોકડા રૂપિયા 70 હજાર મળી આવ્યા

ઘરમાંથી રૂપિયા 8.75 લાખનું પરચૂરણ મળી આવ્યું

4. એમ.કે.દેસાઇ, મદદનીશ નિયામક

ઓફિસમાંથી રોકડા રૂપિયા 9 લાખ મળી આવ્યા

ઘરમાંથી રોકડા રૂપિયા 63 લાખ અને રૂ.7.50 લાખનું રાચરચિલુ

5. એસ.એમ.વાઘેલા. ફિલ્ડ સુપરવાઈઝર

ઓફિસમાંથી રોકડા રૂપિયા 5 લાખ મળી આવ્યા

ઘરમાંથી રૂપિયા 8.75 લાખનું રાચરચિલુ

આમ ACBનાં આ દરોડામાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી કે.સી.પરમાર સહિત કુલ 5 અધિકારીઓ એસીબીના સકંજામાં છે. જ્યારે 15 જેટલા અધિકારીઓની પૂછપરછ ચાલુ છે.

આ કૌભાંડનું નેટવર્ક ખુબ જ મોટું હોવાની શંકા છે. અને આ કૌભાંડમાં નાનાથી માંડીને મોટા અધિકારીઓની સંડોવણી હોવાનું મનાઇ રહ્યું છે. જેથી લાંચ રૂશ્વત વિરોધી દળ નિગમના અધિકારીઓના પાટણ-હિંમતનગર-ગાંધીનગરમાં આવેલ નિવાસ સ્થાનો પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

કારણ કે આ સમગ્ર કૌભાંડ સુનિયોજીત રીતે ચલાવવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે. જેતી તપાસનો ધમધમાટ તેજ રીતે ચાલી રહ્યું છે. આ સાથે જ આ અધિકારીઓના એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા તેની પણ વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા સેવાય રહી છે.

આ સમગ્ર મામલે જમીન વિકાસ નિગમના MD દેત્રોજાની અટકાયત કરવામાં આવી છે. અને આ ટ્રેપમાં 7થી 8 અધિકારીઓ ઝડપાયા છે. મહત્વનું છે કે એસીબી દ્વારા છેલ્લા દોઢ મહિનાથી તપાસ ચાલુ હતુ. અને તપાસમાં 5 DYSP અને 12 PI જોડાયા છે. અને ખુબ ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ACBના ડાયરેકટર કેશવ કુમારની હાજરીમાં આ તપાસ ચાલી રહી છે. ACBએ આખી રાત અધિકારીઓની પૂછપરછ કરી હતી. તો પૂછપરછ બાદ ACBએ પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. આમ સૌથી મોટી RAIDનો સૌથી મોટો ખુલાસો NEWS 18 ગુજરાતી કરી રહી છે.

(6:36 pm IST)