Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ફોટા ઉદેપુર જિલ્લાના પાલિયા ગામમાં છ બુકાનીધારીઓ ત્રાટક્યાઃ પરિવારજનોને બંધક બનાવી ખુનની ધમકી આપીને ૧ લાખની મતાની લૂંટ

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના પાલિયા ગામે મોડી રાત્રે બનેલી લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. છ જેટલા બુકાનીધારીઓએ મકાનની બહાર ઊંઘી રહેલા લોકોને બંધક બનાવ્યા અને રૂપિયા 1.07 લાખના દાગીના સહિતના મુદામાલની લૂંટ ચલાવી હતી. પાલિયા ગામની સીમમાં બે મકાન આવેલા છે. જ્યા મોડી રાત્રે લૂંટની ઘટનાને 6 જેટલા બુકાનીધારીઓએ અંજામ આપ્યો હતો. બુકાનીધારીઓએ તમામ લોકોને બંધક બનાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે લૂંટની ઘટના બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં  આવી હતી. ત્યારે પોલીસે એફએસએલ, ડોગ સ્કવોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

(6:31 pm IST)