Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી અને મુખ્ય કાવતરાખોર છબીલ પટેલને 10 દિવસના રિમાન્ડ

રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા

 

અમદાવાદઃ કચ્છ ભાજપના ટોચના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી અને કાવતરાખોર છબીલ પટેલને સ્થાનિક કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ અપાયા છે કેસમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુસાળીની થોડા સમય પહેલા ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી

  જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં ફરિયાદી ભત્રીજા સુનિલ ભાનુશાળીએ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં Ex. MLA છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામનો પણ સમાવેશ થાય છે. જોકે છબીલ પટેલ હત્યાના થોડા સમય પહેલાં વિદેશ ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની તપાસ માટે ભુજ અને અમદાવાદ સ્થિત નિવાસ્થાને તપાસ કર્યા બાદ તેને ભાગેડુ જાહેર કર્યો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેસમાં છબીલ પટેલના ફાર્મ હાઉસ પરથી આરોપી રાહુલ અને નિતીનને આશરો આપી દોરવણી આપવા બદલ બેની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ બાદ જયંતી ભાનુશાળીની હત્યા કરનારા શાર્પ શુટર પણ પોલીસની પકડમાં આવી ગયા હતા.

(1:52 am IST)