Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

રિલીફ રોડ પર મોબાઇલ માર્કેટમાં પ્રચંડ આગ લાગી : ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈઃ

 અમદાવાદ,તા.૧૫: અમદાવાદ શહેરના હંમેશા લોકોથી ભરચક રહેતા રિલીફ રોડ ઉપર મોબાઇલ માર્કેટમાં ભીષણ આગળ ફાટી નિકળતા સનસનાટી મચી ગઈ હતી.

મૂર્તિમંત કોમ્પેક્ષના મોબાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના પણ મોબાઇલની દુકાનોમાં ભારે નુકસાન થયું છે. આગના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટુકડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. થોડાક સમય સુધી રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાની ઘટનાથી ટ્રાફિક જામની સ્થિતિ રહેતા લોકો અટવાયા હતા. આગની ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે તરત જ આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. નુકસાનના આંકડાને લઇને પાકી માહિતી મળી શકી નથી. આગ ઝડપથી એક પછી એક દુકાનોમાં ફેલાઈ ગઇ હતી.

(9:51 pm IST)
  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • સુરતના અમરોલીમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ : સુરતના અમરોલીમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. બાળાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડેલ છે. ૪ દિવસમાં શહેરમાં દુષ્કર્મની ૩ ઘટના બનતા દુષ્કર્મ આચરનારા સામે આક્રોશ ફેલાયો છે. access_time 3:33 pm IST