Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

હિંમતનગર પોલીટેકનીક કોલેજ નજીક હોસ્ટેલમાંપબજી ગેમ રમતા સાત વિદ્યાર્થીઓની અટકાયત

ઓનલાઈન પબજી અને મોમો ચેલેન્જ રમતા લોકોમાં ફફડાટ ફેલાયો

સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ગુરુવારે પબજી અને મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિસંક પ્રમાણ વધવાની સાથે અભ્યાસ પર ઘેરી અસર પડતા પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું જાહેરનામાના ૨૪ કલાક  હિંમતનગર બી ડિવિઝન પોલીસે હિંમતનગર પોલીટેકનીક કોલેજ નજીક હોસ્ટેલમાં રહેતા ૭ વિદ્યાર્થીઓને મોબાઈલમાં ગેમ રમતા ઝડપી પાડી ૭ મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસની કામગીરીથી છાનીછૂપે ઓનલાઈન પબજી અને મોમો ચેલેન્જ રમતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

    હિંમતનગર મોતીપુરા વિસ્તાર નજીક આવેલી ડિપ્લોમા પોલિટિકલ કોલેજ નજીક આવેલી હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ પબજી અને મોમો ચેલેન્જ જેવી ગેમની લત લાગી હોવાની અને ઓનલાઈન ગેમ રમતા હોવાની બાતમી મળતા હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ત્રાટકી પબજી ગેમ રમતા ૭ વિદ્યાર્થીઓને મોબાઈલ સાથે ઝડપી પાડતા હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ પણ ચોકી ઉઠ્યા હતા પોલીસે ઝડપેલ ૭ વિદ્યાર્થીઓ માંથી ૫ વિદ્યાર્થીઓ સગીર વયના હોવાનું પોલીસતંત્રના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી તમામ ૭ વિદ્યાર્થીઓ સામે જીલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(7:16 pm IST)
  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST

  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST