Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સુરતના અડાજણ પાટિયા નજીક બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત બે મિત્રો પૈકી એકનું સારવાર દરમ્યાન મોત

સુરત:અડાજન પાટીયા ખાતે આવેલા જીલાની બ્રિજ ઉપર ગઈ કાલે સાંજે બાઈક સ્લીપ થયા બાદ ડિવાઈડર સાથે ભટકાતા ઇજા પામેલા બે મિત્રોને પૈકી એકનું મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ ચોક બજાર વિસ્તારના સિંગણપોર ખાતે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો 23 વર્ષીય જય દેવજીભાઈ ગોહિલ અને તેનો મિત્ર વિજય ભુવાલીયા (ઉ.વ.20 ) ગઈ કાલે સાંજે ફિલ્મ જોવા માટે જતા હતા. બંને જણા બાઈક ઉપર વેડરોડ કે અડજણ પાટીયા જોડતો ચંદ્રશેખર આઝાદ એટલે કે જિલ્લાની બ્રિજ ઉપરથી જતા હતા. ત્યારે તેમની આગળ એક બાઈકના લીધે બેલેન્સ ખોરવાતા તેમની બાઇક સ્લીપ થયા બાદ થઇ ડિવાઈડર સાથે અથડાઈ જતા બંને રોડ ઉપર પટકાયા હતા., જેમાં બંનેને ઈજા થતા 108 એમ્બ્યુલેન્સ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે જય ને મૃત જાહેર કર્યા હતા. 

(5:48 pm IST)
  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST