Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

કલોલના રહીમપુરામાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે રંગે હાથે દબોચ્યા

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં જુગારની બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલના રહિમપુરા વિસ્તારમાં પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતાં બે શખ્સો ઝડપી લીધા હતા.

કલોલમાં આવેલા રહીમપુરા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે શહેર પોલીસે દરોડો કરી તબરેઝખાન યાસીનખાન પઠાણ (રહે.રહીમપુરા) અને યાકુબ હસનભાઇ ગાંધર્વ (રહે.મટવાકુવા)ને રોકડ રૂપિયા ૪૦૪૦ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. જો કે વરલી મટકાના જુગારધામનો મુખ્ય સુત્રધાર મોહસીન મહંમદભાઇ મલેક ભાગી છુટયો હતો.

(5:46 pm IST)