Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગાંધીનગર નજીક પ્રાંતિયામાં મજુરની બોથડ પદાર્થમારી કરપીણ હત્યાથી અરેરાટી

ગાંધીનગર: શહેર નજીક આવેલા પ્રાંતિયા ગામમાં તબેલામાં કામ કરતાં મજૂરની  બોથડ પદાર્થ મારી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં તબેલાના માલિકે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ છે પ્રાથમિક તપાસમાં સાથી મજુર દ્વારા જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે જેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. 

ગાંધીનગર શહેર નજીક આવેલા પ્રાંતિયા ગામમાં ગાંધીનગરના સે-૧૩માં રહેતા નઝીર હુસૈન બાનવાનો ખેતરમાં તબેલો આવેલો છે. તબેલામાં ગાયો ભેંસોની સારસંભાળ માટે ગઈકાલે જ ખેડા જિલ્લાના નરસંડા ગામના હર્ષદભાઈ રાયસંગભાઈ પરમારને નોકરીએ રાખ્યા હતા. ગઈકાલે સાંજે તે તબેલા ઉપર આવ્યા હતા અને રાત્રે દસ વાગ્યે તેમના મોબાઈલ ઉપર નઝીર હુસૈન સાથે વાત થઈ હતી. 

(5:44 pm IST)