Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ખેડા તાલુકાના રઢુ ગામમાં રોડની કામગીરી બાબતે બે જુથ વચ્ચે કોમી રમખાણ: 7થી વધુને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા: તાલુકાના રઢુ ગામે ચાલતા આરસીસી રોડની કામગીરી સમયે રસ્તા બાબતે ગામના ભરવાડ અને દરબારો વચ્ચે અથડામણ થઇ હતી. જે હિસંક સ્વરુપ ધારણ કરતા ૭ થી વધુ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ ખેડા ટાઉન પોલીસ મથકે કરાતા પોલીસ તાત્કાલીક રઢુ ગામ પહોંચી હતી. જ્યાં મામલો થાળે પાડી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ખેડા તાલુકાના રઢુ ગામે દુધ મંડળીથી ખોડીયાર મંદિર તરફ જવાનો રસ્તો આરસીસી બનવાની કામગીરી ચાલુ છે. ગત્ રોજ આ રસ્તા પર કામગીરી ચાલુ હતી તે દરમ્યાન રસ્તા પર અવરજવર કરવા બાબતે ગામના દરબારોએ રસ્તો નવો બની રહ્યો છે એટલે આ રસ્તા પરથી અવર જવર કરવાની અને તેમના ઢોરઢાંખરો લઇ જવાની ના પાડી હતી. 

(5:43 pm IST)