Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ખેડા-નડિયાદ એલસીબીએ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે 14 ચોરીની બાઈક સાથે બે વાહનચોરને દબોચ્યા

ખેડા:ખેડા-નડિયાદ એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે નડિયાદમાંથી બેઇસમોને ચોરીના બાઇક સાથે ઝડપી પાડયા હતા. જેમની પાસેથી લાખોના મુદ્દામાલ અને બીજી ચોરીઓના કબૂલાત કરાવી જે તે પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરાઇ છે.

ખેડા-નડિયાદ એલસીબી પોલીસના માણસો નડિયાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે નડિયાદ કોલેજ રોડ પર આવેલ મોટી નહેર પાસે ગયા હતા. જ્યાં બે ઇસમો મેહુલ ઉર્ફે પોપટ રણછોડભાઇ પરમાર.ઉં. ૨૩, રહે. ભાથીજી મંદિર પાછલી ભાગોળ, ઉતરસંડા તથા પૂર્વિક ઉર્ફે સલ્લુ અંબાલાલ પરમાર,રહે.માંડવીચોક,ઉતરસંડાને એક સફેદ કલરના બુલેટ સાથે ઝડપી પાડયા હતા. 

(5:43 pm IST)