Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

અમદાવાદના નવરંગપુરામાં પૈસાની ઉઘરાણી બાબતે બુકીએ ટ્રાવેલ્સ સંચાલકનું અપહરણ કરી રોકડની લૂંટ ચલાવાઈ

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલકનો પુત્ર સુરતના બુકી પાસે રૂ. પાંચ લાખ હારી જતા બુકીએ તેના બદલામાં ટ્રાવેલ્સ સંચાલક પાસે બળજબરીથી ચેકો લખાવી દીધા હતા અને તે રિટર્ન થતા ચેક બાઉન્સની કોર્ટ ફરિયાદ કરી હતી. ગતરોજ ચેક બાઉન્સના કેસમાં હાજરી આપવા સુરત આવેલા ટ્રાવેલ્સ સંચાલકનું બુકી અને તેના સાગરીતોએ કોર્ટ બિલ્ડીંગની બહારથી અપહરણ કરી રોકડા રૂ. ૧૩,૦૦૦ લૂંટી લીધા હતા અને મહાવીર હોસ્પિટલની કેન્ટીન ખાતે લઈ જઇ ટ્રાવેલ્સ સંચાલક અને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના વતની અને અમદાવાદ નવરંગપુરા વિજય ચાર રસ્તા મેમનગર ફાયર સ્ટેશન પાસે સીમા સોસાયટી ઘર નં.૬/એ માં રહેતા ૫૮ વર્ષીય ભરતકુમાર રાજમલભાઈ શાહ પુત્ર રૂસીક સાથે અમદાવાદ સી.જી.રોડ ખાતે ધર્મા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે વ્યવસાય કરે છે.દોઢ વર્ષ અગાઉ આઇપીએલ ટૂર્નામેન્ટમાં રૂસીક ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા સુરતના બુકી રીંકેશ સુરેશભાઈ દેસાઈ ( ઉ.વ.૩૨ ) ( રહે. બી/૩૦૩, સીમંધર હાઇટસ, સ્વસ્તિક પાર્ટી પ્લોટ પાસે, પાલ, સુરત ) ના સંપર્કમાં આવ્યો હતો અને સટ્ટો રમતાં તે રૂ. પાંચ લાખ હારી ગયો હતો.

(5:42 pm IST)
  • સુપ્રિમ કોર્ટનો ચુકાદો શ્રીસંત પર BCCIનો પ્રતિબંધ રહેશે યથાવતઃ ક્રિકેટર શ્રીસંતની અરજી મુદ્દે સુપ્રિમનો ચુકાદો : શ્રીસંતને ક્રિકેટ રમવા પરનો આજીવન પ્રતિબંધ સુપ્રિમે હટાવ્યો : બીસીસીઆઈને શ્રીસંતનો પક્ષ સાંભળવા સુપ્રિમનો આદેશઃ શ્રીસંત પર બીસીસીઆઈનો પ્રતિબંધ રહેશે યથાવત access_time 11:28 am IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST