Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

બોરસદના કઠણામાં બસ સ્ટેન્ડ નજીક પુરપાટ ઝડપે જતી બાઇકે પેથાપુરના યુવકને હડફેટે લેતા ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત

 બોરસદ :તાલુકાના કઠાણા ગામના દિલ્હી ચકલા પાસે આવેલા બસસ્ટેન્ડ નજીક ગઈકોલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા એક બાઈકે યુવાનને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે બાઈક ચાલકને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. 
પ્રાપ્ત વિગતો અનુસાર કંકાપુરા ખાતે રહેતા ફરિયાદી જેણાભાઈ ઉર્ફે ચીમનભાઈ વજેસિંહ ગરાસીયાના નવા મકાનનું વાસ્તુપુજન અને તે નિમિત્તે રાત્રીના સુમારે રામાપીરનો પાઠ રાખ્યો હતો. જેમાં ભાગ લેવા માટે પેથાપુર ખાતે રહેતા તેમના બનેવી ચંદુજી તખુજી બિહોલા (ઉ. વ. ૪૫)આવ્યા હતા અને કઠાણા ગામના બસસ્ટેન્ડ નજીક રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે ઉભા હતા ત્યારે પુરપાટ ઝડપે એક બાઈક નંબર જીજે-૬, એચબી-૧૧૨૯નું આવી ચઢ્યું હતુ અને ચંદુજીને ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે બાઈક પણ પલ્ટી મારી જતાં ચાલકને ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ વીરસદ પોલીસ અને ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલા બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. 

(5:41 pm IST)
  • ગીતા પટેલને ધાંગ્રધા બેઠક ઉપરથી લડાવોઃ હાર્દિકની કોંગ્રેસ સમક્ષ માંગ : ગીતા પટેલ છે હાર્દિકના સાથી : હાર્દિક પટેલે ગીતા પટેલ માટે કરી ટીકીટની માંગણીઃ ગીતા પટેલ માટે ધાંગ્રધા બેઠક પરથી ટિકીટની માગ access_time 3:57 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST