Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સુરતમાં કરિયાણાની દુકાનમાં રેલવેની 6.53 લાખની ઈ-ટિકિટો સાથે દુકાનદાર રંગે હાથે ઝડપાયો

સુરત:પાંડેસરા-બમરોલી રોડ પર આવેલા એક કરિયાણાની દુકાનમાં રેલવેની વિજિલન્સે રુ.6.53 લાખની કિંમતની 21૩ ઈ-ટિકિટો દરોડો પાડી ઝડપી હતી. ઈ-ટિકિટ કાઢવા માટે દુકાનદાર દ્વારા એક સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો. જેના દ્વારા ગણતરીની મિનિટોમાં એક સાથે 50 ટિકિટો નીકળી શકતી હતી.

ગોવાલકનગર પાસે તન્નુ કિરાણા એન્ડ મોબાઇલની દુકાનની આડમાં રેલવેની કન્ફર્મ ટિકીટ કઢાવવાનો ધંધો કરવામાં આવે છે. એવી બાતમીને આધારે વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 21૩ ઈ-ટિકિટ મળી આવી હતી. જોકે 117 જેટલી ઈ-ટિકિટ દુકાનદાર દ્વારા ગ્રાહકોને વેચી દેવામાં આવી હતી. દુકાનદાર ગ્રાહકો પાસેથી ટિકિટ દીઠ રુ.100 થી 500 સુધીની રકમ મેળવતો હતો.

(5:40 pm IST)