Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સરકારી ડોકટરો એપ્રન પહેરવુ ગુજરાતીમાં નેઇમ પ્લેટ રાખવી

ડોકટર તરીકેની ઓળખ બતાવવા સરકારની સૂચના

રાજકોટ તા.૧પ : રાજ્ય સરકારે સરકારી ડોકટરને નિયત એપ્રન (કપડાનુ નિયત આવરણ)  પહેરવા અને ગુજરાતીમાં નેઇમ પ્લેટ રાખવાના નિયમનું પાલન કરવા સૂચના આપી છે.

નાયબ મુખ્યમંત્રીની સુચનાથી તબીબી સેવાના અધિક નિયામકે પરિપત્રમાં જણાવ્યું કે રાજય સરકાર હસ્તકની સરકારી હોસ્પીટલો ખાતે ફરજ બજાવતા તમામ ડોકટરોએ પોતાની ફરજ દરમ્યાન એપ્રન ફરજીયાત પહેરવાનું હોય છે. અત્રેની કચેરીના ધ્યાન ઉપર આવેલ છે કે ડોકટરો ફરજ દરમ્યાન એપ્રન પહેરતા નથી જેથી સામાન્ય પ્રજાને ડોકટરોની ઓળખ થઇ શકતી નથી જેથી સારવાર લેવામાં અડચણ ઉભી થાય છે. માટે ડોકટરોની નેઇમ પ્લેટ ગુજરાતી માં રાખવાથી સામાન્ય પ્રજાને સરળતાથી ઓળખ થઇ શકે અને સરળતાથી સારવાર મેળવી શકે તે હેતુથી નેઇમ પ્લેટ ગુજરાતીમાં રાખવા તથા ફરજ  પરના તમામ ડોકટરોએ  એપ્રેન પહેરવા જણાવવામાં આવે છે. આ આદેશનો અનાદર કરવામાં આવશે તો તબીબ તેમજ કંટ્રોલીંગ ઓફીસર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

(4:05 pm IST)