Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પાટણ લોકસભા ચૂંટણી માટે ૭ વિધાનસભાના આગેવાનોના પ્રદેશ ભાજપ નિરિક્ષકોએ સેન્સ લીધી

પાટણ તા.૧૫: લોકસભાની બેઠક માટે ઉમેદવારો પ્રસંદ કરવાની પ્રકીયા કાલે ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ હતી જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યશ્રી આઇ કે જાડેજા વઢવાણના પૂર્વ ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી અને પાટણ જીલ્લાના પ્રભારી મંયક નાયક આજે ઉમેદવારી કરવા વાળા ઉમેદવારો અને ટેકેદારોના ૭ જેટલી વિધાન સભાના આગેવાનોના પ્રદેશ નિરીક્ષકોએ સેન્સ લીધી હતી. સાંસદ સભ્યશ્રી સૂચક ગેરહાજરી વર્તાતી હતી જયારે કેબીનેટ મંત્રી દીલીપભાઇ ઠાકોર હાલતો દાવેદારીમાંથી ખસી ગયા છે. જયારે ૨૦૧૪ની કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર અને પરાજય મેળવનાર ભાજપમાંથી ભાવસીંહ રાઠોડે દાવેદારી કરી છે.ત્યારે મહેસાણાના જુગલ જુઠાકરની પણ મકમ દાવેદારી હતી જયારે પૂર્વ સાંસદ નટુજી ઠાકોરે પણ દાવેદારી કરી હતી. હારીજના દશરથજી ઠાકોર ખેરાલુના કેવળ જીઠાકોર સહીત ૮ થી ૧૦, દાવેદારી સાંસદ થવાની પ્રકીયામાં પોતાના મજબુત દીવેદારી તેમના ટેકેદારો દ્વારા કરતા જણાયા હતા આજની  દાવેદારીમાં મોટાભાગના દાવેદારો ઠાકોર સમાજના જ હતા અન્ય ઇતરની ખાસ કોઇ દાવેદારી જણાઇ નહોતી.

(3:42 pm IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • કાલે ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમીટીની બેઠક : દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે સાંજે ૪ વાગે બેઠક મળશેઃ ૧૮ અને ૨૨ માર્ચે પણ ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટિની બેઠક મળશેઃ તમામ બેઠકમાં નરેન્દ્રભાઇ હાજર રહેશે access_time 3:33 pm IST