Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પાટીદાર સમાજના ૧૩ દીકરાઓએ જીવ ગુમાવ્યો છે તેનો કેસ હાર્દિક પર ઠોકી દેવો જોઈએ, જેનાથી તેને ભાન થાય

અનામત આંદોલન વખતે પોલીસની ગોળીથી ઘાયલ થયેલા પ્રતિક પટેલના પિતા બાબુભાઈ પટેલએ વ્યથા ઠાલવી

અમદાવાદ, તા.૧૫: પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસની ગોળીથી ઘાયલ પાટીદાર યુવાન પ્રતીકના પિતા બાબુભાઈએ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે મારા પુત્રને ગોળી વાગ્યા પછી હાર્દિક સાથે કોઈ વાત નથી થઈ. હું તો કહી રહ્યો છું કે સમાજના ૧૩ દીકરાઓએ જીવ ગુમાવ્યો છે તેનો કેસ હાર્દિક પર ઠોકી દેવો જોઈએ, જેનાથી તેને ભાન આવે .

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાાદ ખાતે ૨૫મી ઓગષ્ટ, ૨૦૧પના રોજ પાટીદારોની વિશાળ રેલી થઇ હતી બાદમાં પાટીદાર અનામત આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મહેસાણાનો પ્રતિક પટેલને ૨૬મી  ઓગસ્ટના રોજ પોલીસની ગોળી વાગી હતી. જે બાદમાં તેનું જીવન દુષ્કર બની ગયું છે. અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે ત્યારે પ્રતિક પટેલના પિતા બાબુભાઈ પટેલ હાર્દિક પર આકરા પ્રહારો કર્યા હતા

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો તે અંગે બાબુભાઈએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરીયુમાં કહ્યુ કે, હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે જોડાઈને સમાજ સાથે દગો કર્યો છે. હાર્દિકે આવું કરવાની જરૂર ન હતી.  ૨૫મી ઓગસ્ટના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાર્દિક પટેલે ખોટી જીદ પકડી હતી. બાદમાં હાર્દિકે તોફાનો કરાવ્યા હતા. સમાજના જુવાનીયાઓ તોફાનો કર્યા જેની સામે પોલીસે ફાયરિંગ કર્યું હતું. ૨૬જ્રાક ઓગસ્ટના રોજ કર્ફ્યૂ દરમિયાન મારો પુત્ર બહાર નીકળ્યો હતો ત્યારે તેને ગોળી વાગી હતી

ઙ્ગસરકાર કે પાટીદાર સમાજ તરફથી કોઈ સહાય મળી છે કે નહીં તે અંગે વાત કરતા બાબુભાઈ પટેલે કહ્યુ કે, ઙ્કગોળી વાગવાના બનાવ બાદ પાટીદાર સમાજ અને સરકાર તરફથી સહાય મળી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ મારા દ્યરે સરકાર કે પાટીદાર સમાજ કોઈ જ ફરકયું નથી. હાલ અમારે મહિના રૂ. ૨૫-૩૦ હજારનો ખર્ચ થાય છે. અનામત મળશે તો દીકરાને દીકરાને કંઈક લાભ મળશે તેવું માનીને દીકરાને આંદોલન કરવા માટેની છૂટ આપી હતી. અમે સરકાર અને પાટીદાર સમાજને વિનંતી કરીએ છીએ કે અમારી હાલત સામે જોઈને અમારા માટે કંઈ કરે.

(3:35 pm IST)