Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગુજરાતના દત્તક લીધેલ ગામનાં વિકાસમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે મંત્રી સ્મૃતિ ઈરાનીનાં રાજીનામાની માંગણી

ફંડનાં નાંણાનો દુરઉપયોગ કરવા અંગે હાઇકોર્ટમાં અરજી

નવી દિલ્હી :કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે ફંડનાં નાંણાનો દુરઉપયોગ કરવા અંગે હાઇકોર્ટમાં અરજી કરી છે. જે અરજીમાં રજૂવાત કરવામાં આવી છે કે સાંસદ સ્મૃતિ ઇરાનીએ સાસંદને મળતી ગ્રાન્ટની રકમમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. ફંડનો ઉપયોગ દત્તક લીધાલા ગામડાનાં વિકાસમાં કર્યો નથી. આ નાણાંમાં ગેરરીતિ આચરવામાં આવી છે.

  આ બાબતે હાઇકોર્ટે 26 માર્ચ સુધીમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ અને રણદીપ સુરજેવાલાએ CAG રિપોર્ટનો અહેવાલ આપતા સ્મૃતિ ઈરાની પર પોતાના સાંસદ ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ PM નરેન્દ્ર મોદીને સ્મૃતિ ઈરાનીને મંત્રીમંડળમાંથી દૂર કરવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જીલ્લાના મઘરોલ ગામને દત્તક લીધુ હતું. મઘરોલમાં વિવિધ વિકાસના કામો માટે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ લાખો ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાસંદોએ તેમના સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ફંડનો ઉપયોગ કરવાની જોગવાઇ છે. તેનું નિરીક્ષણ રાજય સરકારે કરવાનું રહે છે. જો કે સ્મૃતિ ઇરાનીએ આણંદના ડીસ્ટ્રીકટ પ્લાનિંગ ઓફિસર પર દબાણ લાવીને શારદા મજુર કામદાર સહકારી મંડળીને કોઇપણ કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વગર કામ સોપી દીધુ હતુ. પરતું મંડળીનો કોઇ જ હિસાબ મળતો નથી. સાસંદ થઇને સ્મૃતિ ઇરાનીએ ભ્રષ્ટાચાર આદર્યો છે તેની સામે ફરિયાદ નોંધાવી જોઇએ તેવા આક્ષેપો લાગ્યાં છે.

(1:52 pm IST)
  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST

  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST