Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

અંકલેશ્વરમાં એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા :સોના ચાંદીના દાગીના સહીત 1,57 લાખની ચોરી

અંકલેશ્વરના હાઉસીંગ બોર્ડ પાસે આવેલ મધુ ગંગા એપાર્ટમેન્ટ માં એક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ બારી માંથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે મધુગંગા એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગભાઈ મોદી ગત રાત્રીના પરિવાર સાથે ઘરમાં સુતા હતા. તે દરમિયાન તસ્કરો મધ્ય રાત્રી દરમિયાન રસોડાની બારી માંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ કબાટો – સુટકેશમાં રહેલ સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧ લાખ ૪૯ હજાર ૩૦૦ તથા બે મોબાઈલ કિંમત રૂપિયા ૮ હજાર રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૫૭,૩૦૦/-ની ચોરી કરી લઇ ગયા હતા સવારે તેવો જગ્યા ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી એફ.એસ.એલ, ફિંગર પ્રિન્ટ એક્ષપર્ટ તેમજ ડોગ સ્કોર્ડની મદદ થી વધુ તપાસ આરંભી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

(12:38 pm IST)
  • કાલે ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમીટીની બેઠક : દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે સાંજે ૪ વાગે બેઠક મળશેઃ ૧૮ અને ૨૨ માર્ચે પણ ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટિની બેઠક મળશેઃ તમામ બેઠકમાં નરેન્દ્રભાઇ હાજર રહેશે access_time 3:33 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST