Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગુજરાતમાં ભાજપ પંદરેક નવા ચહેરાઓ મૂકવાના માર્ગે

રાજકોટ, જુનાગઢમાં ઉમેદવાર યથાવતઃ અમરેલી, ભાવનગર, પોરબંદર, કચ્છમાં ઉમેદવાર પરિવર્તનના સ્પષ્ટ એંચાણ

ગાંધીનગર તા. ૧પ :.. સમગ્ર દેશમાં આગામી લોકસભાની ચૂંટણી એપ્રિલ-ર૦૧૯ માં યોજાનાર છે. કુલ પ૪૩ બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે. આમાં ગુજરાતની ર૬ લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ થઇ ચુકી છે. જેમાં ભાજપ મોવડી મંડળ આગામી ચૂંટણીમાં નવતર પ્રયોગના ભાગરૂપે નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની દિશામાં ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છીએ કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ મોવડી મંડળ જે દિશામાં વિચારણા કરી રહી છે તેમાં નવા  ચહેરા મુકવામાં અગ્રેસર છે.

તા. ૧૩-૩-૧૯ ના રોજ કોંગ્રેસની રેલી જોઇ પછી ઘણાં પરિવર્તન આવશે તેમ ભાજપ મોવડી મંડળ વિચારી રહ્યા છે. હવે વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ર૬ માંથી ૧પ જેટલા નવા ચહેરાનો સમાવેશ થાય તેવા સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે.

હવે એક નજર આગામી લોકસભાની ચૂંટણીમાં કપાતા ઉમેદવારો તરફ ધ્યાન દોરીએ તો સત્ય હકિકત આ મુજબ છે. જે સાચી હોય તો જરૂર અકિલા પરિવારનો આભાર માનજો. હવે આપણે આગળ મત વિસ્તાર વાઇસ આગળ વધીએ.

હાલના નામ

સંભાવના

વિનોદ એલ. ચાવડા

કપાય શકે

હરિભાઇ ચૌધરી

વિચારણામાં

લીલાધર વાઘેલા

કપાય શકે

જયશ્રીબેન કે. પટેલ

કપાય શકે

દિપસિંહ રાઠોડ

ચર્ચામાં

અડવાણી

નવું નામ

અમદાવાદ પૂર્વ

 

પરેશ રાવળ

રમણ વોરા

અમદાવાદ પશ્ચિમ

આત્મારામ પરમાર

સુરેન્દ્રનગર

નવું નામ

રાજકોટ કુંડારીયા

યથાવત રહેશે

પોરબંદર

નવુ નામ

જેમાં વિઠ્ઠલભાઇ રાદડીયા

 

જામનગર

દિકરાને માટે

જુનાગઢ

વર્તમાન સભ્ય

અમરેલી

બદલાશે

ભાવનગર

બદલાશે

આણંદ

બદલાશે

ખેડા

ચર્ચામાં

પંચમહાલ

બદલાશે

દાહોદ

ચર્ચામાં

વડોદરા

બદલાશે

છોટા ઉદેપુર

બદલાશે

ભરૂચ

બદલાશે

બારડોલી

બદલાશે

સુરત

બદલાશે

નવસારી

બદલાશે

વલસાડ

બદલાશે

ઉપરોકત તમામ હકિકત ભાજપ પક્ષના અંતરંગ વર્તુળોમાંથી પ્રાપ્ત થઇ છે. તે મુજબ આ અહેવાલ છે. આમ છતાં ભાજપના ગુજરાતના બે દલિત નેતાઓને પ્રાધાન્ય આપવાના પ્રયાસો ભાજપ મોવડી મંડળે હાથ ધર્યા છે. જેમાં રમણ વોરા પૂર્વ વિધાનસભા અધ્યક્ષ.

જેમને કચ્છ વિધાનસભા સીટ માટે ઉમેદવાર બનાવાય તેવી પુરી શકયતાઓ છે. જયારે આવાજ સીનીયર નેતા આત્મારામ પરમારને અમદાવાદ પશ્ચિમની ટીકીટ કિરીટ સોલંકીને બાદ કરી આપવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. અને આત્મારામ પરમાર ભાવનગર જિલ્લાના બોટાદ મત વિસ્તારમાંથી ખૂબ જ સીનીયર સભ્ય છે. અને સીનીયર મંત્રી ગુજરાત સરકારમાં રહી ચૂકયા છે. તેમને તક આપવામાં આવે તેવા નિર્દેશો રાજકીય વર્તુળોમાંથી મળી રહ્યા છે. (પ-૧૪)

(11:31 am IST)
  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • BSNL કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો : આનંદો : BSNL ના કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો તમામને રકમ મળી ગઇ : ખાતામાં જમા કરી દેવાઇઃ હવે માર્ચનો પગાર પણ ટાઇમસર થાય તે માટે અત્યારથી કાર્યવાહી શરૂ : રજૂઆતોનો ધોધ... access_time 4:04 pm IST