Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સિંચાઇના પાણી માટે પોકાર :કડી -કલોલના 40 ગામના ખેડૂતો પાણી મામલે લડાયક મૂડમાં :એકતા મંચ મેદાને

સિંચાઈનું પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની દહેશત :ખેડૂતોએ રેલી કાઢીને આપ્યું આવેદન

અમદાવાદ :ઉનાળાના વિધિવત પ્રારંભ પૂર્વે પાણી માટે પોકાર ઉઠ્યા છે કડી કાલોલ તાલુકાના 40 ગામના ખેડૂતોએ પાણી માટે રસ્તા પર ઉતર્યા હતા કડી કલોલના સાણંદ, કડી, કલોલ તાલુકાના 40 ગામના ખેડૂતો પાણીની સમસ્યાને લઈ રસ્તા પર ઉતર્યા છે. આ ગામના ખેડૂતોની ફરિયાદ છે કે, 10 દિવસથી પાણી બંધ છે જેને લઈ સરકારનું ધ્યાન દોરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેટલીએ વખત તંત્રને જાણ કરવા છતા 10 દિવસથી પાણી બંધ છે.

  બીજીતરફ ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે શેત્રુંજી ડેમ સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ ડેમનુ પાણી હાલ સિંચાઈ માટે આપવાનુ બંધ કર્યુ છે અને પીવા માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. જેને પગલે નહેર વિસ્તારના કમાંડવાળા ખેડૂતોએ પાણીની માંગ કરી છે

  .ખેતરમાં શેરડી, બાજરી, જુવાર જેવા પાક મોટાભાગ તૈયાર થવાની અણી પર છે અને સિંચાઈનું પાણી ન મળે તો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. જેને પગલે ખેડૂતોએ પાણીની માગ સાથે શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે એક સભા યોજી હતી અને બાદમાં કલેક્ટર કચેરી સુધી ખેડૂત એક્તા મંચ હેઠળ રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે એસ.ડી.એમને આવેદન આપીને પાણી આપવાની માગ ખેડૂતોએ કરી હતી

(12:21 am IST)