Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

આઠ લોકસભા બેઠક પર સૂચનો લેવા માટે કામ પૂર્ણ નિરીક્ષકો દ્વારા અભિપ્રાય લેવાયા: ભરત પંડ્યા

અમદાવાદ,તા.૧૪ : ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ તરફથી દરેક લોકસભા બેઠખ માટે ત્રણ-ત્રણ નિરક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે. નિયુક્ત નિરીક્ષકો દ્વારા ૧૪, ૧૫ અને ૧૬મી માર્ચના રોજ જે તે લોકસભા વિસ્તારમાં જઇને લોકસભા બેઠકના ઉમેદવાર અંગે કાર્યકર્તાઓના અભિપ્રાય અને સૂચનો લેામાં આવી રહ્યા છે તે અંતર્ગત આજ રોજ ભરુચ, નવસારી, પંચ મહિલા, દાહોદ, અમદાવાદ પૂર્વ, પાટણ, અમરેલી અને રાજકોટ એમ કુલ ૮ લોકસભા બેઠકો પર નિરીક્ષકો દ્વારા કાર્યકરોના અભિપ્રાય અને સુચનો લેવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ૧૫મી માર્ચના રોજ વલસાડ, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, બનાસકાંઠા, અમદાવાદ પશ્ચિમ, મહેસાણા સાબરકાંઠા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકો કાર્યકરોના અભિપ્રાય લેવાશે.

 

(9:37 pm IST)
  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST