Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

એમ્બેસી ઓફિસનો IPO ૧૮મી માર્ચના દિને ખુલશે

૨૦મી માર્ચના રોજ આઇપીઓ બંધ થશે : ૪૭૫૦૦ મિલિયન સુધીનાં યુનિટ ઇશ્યૂ કરવામાં આવશે ઓફરની પ્રાઇસ બેન્ડ યુનિટદીઠ રૂપિયા ૨૯૯થી ૩૦૦

અમદાવાદ,તા.૧૪ : ભારતમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ એમ્બેસી ઓફિસ પાર્ક્સ આરઇઆઇટીનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) તા.૧૮ માર્ચ, ૨૦૧૯નાં રોજ ખુલશે, એની પ્રાઇઝ બેન્ડ રૂ. ૨૯૯થી રૂ. ૩૦૦ છે. એમ્બેસી આરઇઆઇટીએ કુલ રૂ. ૪૭,૫૦૦ મિલિયનનાં યુનિટ ઇશ્યૂ કર્યા છે. આ ઇશ્યૂ તા.૨૦ માર્ચ, ૨૦૧૯નાં રોજ બંધ થશે એમ એમ્બેસી ઓફિસ પાર્ક્સના ચીફ એકઝીકયુટીવ ઓફિસર માઇકલ હોલેન્ડ અને ડેપ્યુટી ચીફ ઓફિસર વિકાસ ખંડલોયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઇશ્યૂ આરઇઆઇટી નિયમનોનાં નિયમન ૧૪(૨એ)ને અનુરૂપ પોસ્ટ-ઇશ્યૂ આધારે ઇશ્યૂ થયેલા અને પેઇડ-અપ યુનિટનો ઓછામાં ઓછો ૧૦ ટકા હિસ્સો ધરાવશે.  એમ્બેસી આરઇઆઇટીનાં યુનિટનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ) અને બીએસઇ લિમિટેડ પર થશે. એમ્બેસી આરઇઆઇટીને તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૮ અને તા.૯ ઓક્ટોબર, ૨૦૧૮ની તારીખનાં પત્રોનાં સંબંધમાં અનુક્રમે એનએસઇ અને બીએસઇ પર લિસ્ટિંગ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. એનએસઇ ઇશ્યૂ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. આ ઇશ્યૂ આરઇઆઇટી નિયમનોનાં નિયમન ૧૪(૨એ)ને અનુરૂપ પોસ્ટ-ઇશ્યૂ આધારે ઇશ્યૂ થયેલા અને પેઇડ-અપ યુનિટનો ઓછામાં ઓછો ૧૦ ટકા હિસ્સો ધરાવશે. આરઇઆઇટી નિયમનો અને સેબીનાં માર્ગદર્શિકાને અનુરૂપ ઇશ્યૂમાં લીડ મેનેજર્સ સાથે વિચારણા કરીને મેનેજર ઓવરસબસ્ક્રિપ્શન જાળવી શકે છે. ઇશ્યૂની ચોખ્ખી આવકનો ઉપયોગ (૧) ચોક્કસ એસેટ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સ (એસપીવીએસ)નાં બેંક/નાણાકીય સંસ્થાઓનાં અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીનાં ઋણની આંશિક કે સંપૂર્ણ ચુકવણી કે આગોતરી ચુકવણી માટે, (૨) અત્યારે એમ્બેસી વન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (ઇઓડીપીએલ) દ્વારા જાળવવામાં આવેલા એમ્બેસી વન એસેટ્સનાં એક્વિઝિશન માટે ચુકવણી અને (૩) સાધારણ કાર્યો માટે થશે. સેબીની માર્ગદર્શિકા મુજબ ઇશ્યૂમાં વ્યૂહાત્મક રોકાણકારો દ્વારા ભાગીદારી સામેલ હશે. એમ્બેસી ઓફિસ પાર્ક્સના ચીફ એકઝીકયુટીવ ઓફિસર માઇકલ હોલેન્ડ અને ડેપ્યુટી ચીફ ઓફિસર વિકાસ ખંડલોયાએ વધુમાં ઉમેર્યું કે, ઇશ્યૂ આરઇઆઇટી નિયમનો અને સેબીની માર્ગદર્શિકાને અનુરૂપ તથા બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ઇશ્યૂનો મહત્તમ ૭૫ ટકા હિસ્સો (વ્યૂહાત્મક રોકાણકારનાં હિસ્સાને બાદ કરતાં) સપ્રમાણ ધોરણે સંસ્થાગત રોકાણકારોને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેનેજર લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને સંસ્થાગત રોકાણકારનાં ૬૦ ટકા સુધીનાં હિસ્સાને વિવેકનાં આધારે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે. ઉપરાંત આરઇઆઇટી નિયમનો અને સેબીની માર્ગદર્શિકાને અનુરૂપ ઇશ્યૂનો લઘુતમ ૨૫ ટકા હિસ્સો (વ્યૂહાત્મક રોકાણકારનાં હિસ્સાને બાદ કરતાં) સપ્રમાણ આધારે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઇશ્યૂ પ્રાઇસ પર કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો અને વ્યૂહાત્મક રોકાણકારો માટે સબસ્ક્રાઇબ કરેલા યુનિટ સિવાય બિડર્સ દ્વારા લઘુતમ ૮૦૦ યુનિટનાં લોટ માટે અને પછી ૪૦૦ યુનિટનાં ગુણાંકમાં બિડ કરી શકાશે. જ્યારે ઇશ્યૂનાં ટ્રસ્ટી એક્સિસ ટ્રસ્ટી સર્વિસીસ લિમિટેડ છે, ત્યારે ઇશ્યૂનાં મેનેજર એમ્બેસી પાર્ક્સ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે. ઇશ્યૂનાં સ્પોન્સર્સ એમ્બેસી પ્રોપર્ટી ડેવલપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બીઆરઈ/મોરેશિયસ ઇન્વેસ્ટમેન્ટ્સ છે.

(9:31 pm IST)