Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા આમોદના જુગારધામ પર દરોડા:18 જુગારીઓ ઝડપાયા: 2 લાખથી વધુની મતા જપ્ત

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે વિજિલન્સે દરોડો પાડતા વલ્લી મટકાનો જુગાર રમી રમાડતા આશરે ૧૮ જુગરીયાઓને પકડી પાડી અટકાયત કરી હતી. આમોદ તાલુકામાં ગેરકાયદેસર ચાલતા જુગારધામ અને જુગારીઓમાં ફફડાટ વ્યાપીજવા પામ્યો હતો.

   આમોદ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના હે.કો.નટવરસિંહએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી જુગારધામ ઉપર દરોડો પાડતા ત્યાં હારજીતનો જુગાર રમી રમાડતા મેહબૂબ ફ્રુટવાલા (રહે. આમોદ), પૂનમ રાઠોડ ,ગુલામ મલેક (રહે. આછોદ), જયેન્દ્ર વસાવા (રહે. આમોદ), શાહિદ (રહે. જંબુસર), મુસ્તાક મલેક (રહે.જંબુસર), વિનોદ પંડ્યા (રહે.આસનેરા),ચીમન રાઠોડ (રહે.નાહિયેર), કરસન પરમાર (રહે.આમોદ), કાલિદાસ વસાવા (રહે.કાંકરિયા), અકબર (રહે.રોઝા ટંકારીયા), રાજેશ વસાવા (રહે.સોનામાં), રામસંગ રાઠોડ (રહે.નાહિયેર), કાલિદાસ રાઠોડ (રહે.ભીમપુરા),રાકેશ વસાવા,રાજેશ સોલંકી (બંન્નેવ રહે.આમોદ),વિજય રાઠોડ (રહે.વેળચા),મંગળ વસાવા (રહે.શ્રીકોઠી) મળી કુલ ૧૮ આરોપીને ઝડપી પાડ્યા હતા.

  પોલીસે તેમની અંગજડતી માંથી રૂપિયા ૬૩૩૧૧ તેમજ મોબાઈલ નંગ -૮ મોટરસાયકલ નંગ-૧ અને ટેમ્પો મળી કુલ ૨,૦૯૮૧૧ની મત્તા કબે કરી તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

(9:24 pm IST)
  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST

  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST