Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ કેસમાં શિક્ષકને ૧૦ વર્ષની કેદની સજા:દિયોદર સેસન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો

શાળાએ જતી વિદ્યાર્થીનીને શિક્ષકે ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું

બનાસકાંઠા જીલ્લાની દિયોદર સેસન્સ કોર્ટે દુષ્કર્મના ગુનામાં ગુરુ સમાન શિક્ષકને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે.ગત વર્ષ ૨૦૧૭માં શાળાએ જતી વિદ્યાર્થીનીને શિક્ષકે ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.જેમાં સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી દિયોદર સેસન્સ કોર્ટે આરોપી શિક્ષક ચંદુભાઈ કાવજીભાઈ ભાગોરાને દસ વર્ષની સજા ફટકારી છે.

(9:15 pm IST)