Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

થરાદ નજીકથી પોલીસે ટેમ્પામાંથી વધુ 5 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

થરાદ:સવરખા નારોલી રોડ ઉપરથી ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૃનો જથ્થો થરાદ પોલીસે ઝડપી પાડયો હતો. આ અંગે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કુલ રૃા. 9.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજસ્થાન તરફથી  એક 407 ટેમ્પોમાં પરપ્રાંતિય દારૃનો જથ્થો ભરી બેટલીયા ગામ તરફથી સવરખાવાળા રસ્તેથી આવનાર છે તેવી પોલીસને બાતમી મળી હતી જેના આધારે નાકાબંધી કરતાં હકિકતવાળી સ્વીફ્ટ ગાડી આવતા  તેને રોકાવતા તેમાં ત્રણ માણસો બેઠેલ હોઈ તેમને પકડી લીધેલ અને તેમની પુછપરછ ચાલુ હતી દરમિયાન બાતમી હકિકત વાળી 407 ટેમ્પો આવતા સરકારી ગાડીની આડશ ઉભી રખાવેલ અને ગાડીના ચાલકને પકડી લઈ અંદર તપાસ કરતાં જેમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૃની પેટી નંગ 108, બોટલ નંગ 5184 કિં. રૃા. 518400ની મળી આવતા 407 ટેમ્પોના ચાલક માંનાભાઈ નરસંગભાઈ રાવળ, રહે. અરજણસર, તા. રાધનપુર, જિ. પાટણને તથા સ્વીફ્ટ  ગાડીથી પાયલોટીંગ કરતાં રામારામ સ-ઓ રત્નાજી જાતે નાઈ, રહે. કોહડ, તા. સાંચોર, જિ. જાલોર(રાજ) તથા પ્રેમારામ ઉકારામ જાતે નાઈ, રહે. શીલુ, તા. સાંચોર, જિ. જાલોર(રાજ) તથા પોપટભાઈ રામસંગભાઈ જાતે કોળી ઠાકોર રહે. શીલુ, તા. સાંચોર, જિ. જાલોર(રાજ)વાળાઓએ પાયલોટીંગ કરી ગુજરાતમાં દારૃ લઈ આવતા પોલીસ નાકાબંધીમાં પકડાઈ ગયેલ તથા આરોપીઓની અંગજડતી દરમિયાન મોબાઈલ, રોકડ તેમજ વિદેશી દારૃના જથ્થા સહિત  રૃા. 9,36,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

(5:55 pm IST)