Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ધો.૧૦માં સામાજીક વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં MCQ ફેરવીને પુછયા તો મોટા પ્રશ્નો સહેલા

ધો.૧૦ના વિદ્યાર્થી સ્કુટર લઇ લાયસન્સ ન હોવા છતા પરીક્ષા દેવા આવતા ટ્રાફીક પોલીસે રોકીને શું કરવું જોઇએ

રાજકોટ તા. ૧૪: ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.૧૦ અને ૧ર ની પરીક્ષામાં આજે ધો.૧૦માં સામાજીક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સહેલુ રહ્યું હતું.

ધો. ૧૦માં સામાજીક વિજ્ઞાનનું પ્રશ્નપત્રમાં પાર્ટ A MCQ માં પાંચ પ્રશ્નો ટવીસ્ટ કરીને પુછવામાં આવ્યા છ.ે ટવીસ્ટ MCQ ઉતર લખવામાં વિદ્યાર્થી મુંજાયા હતા.

MCQ માં એક પ્રશ્ન હતો કે ધો.૧૦ ના વિદ્યાર્થી સ્કુટર લઇને લાયસન્સ ન હોવા છતા પરીક્ષા દેવા આવતો હોય ટ્રાફીક પોલીસ રોકે તો ટ્રાફીક પોલીસે શું કરવું જોઇએ જેમાં ઉતરોતના વિકલ્પો હતા કે નજીવો દંડ લઇને વિદ્યાર્થીને જવા દેવા (ર) મોટા ઓફીસરનો દીકરો હોય તો જવા દેવો (૩) ધો.૧૦ બોર્ડનો વિદ્યાર્થીને દંડ લીધા વગર જવા દેવો ? અને સ્કુટર જપ્ત કરવું.

જયારે પાર્ટ-Bમાં મોટા પ્રશ્નો પાઠય પુસ્તક આધારીત પુછાયા હતા જે સહેલા હતા.

(4:15 pm IST)