Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અમદાવાદમાં જાણીતા કરવેરા સલાહકાર ચંદ્રકાંત ઠક્કર ૬૦ હજારની લાંચના છટકામાં ઝડપાયા

ગાંધીનગર એસીબીએ આરોપીની ઓફીસમાં જ જાળ બિછાવી હતી

રાજકોટ, તા., ૧૪: એક જાગૃત ફરીયાદી દ્વારા લાંચ રૂશ્વત બ્યુરોમાં  તેઓના ટેક્ષ કન્સલ્ટન્ટ (જાણીતા કરવેરા સલાહકાર)  દ્વારા તેમના ર૦૧૪ ના વેટના ર,૩પ,૧ર૧  ટેક્ષ બાકી હોય આ માટે જીએસટી વિભાગના અધિકારીના નામે પ્રથમ ર લાખ પેનલ્ટીના સેટલમેન્ટ માટે નક્કી કરેલ ૬૦ હજાર રૂપીયાની લાંચની ફરીયાદ આધારે એસીબીએ અમદાવાદના જાણીતા કરવેરા સલાહકાર ચંદ્રકાંતભાઇ ઠક્કરને આબાદ ઝડપી લીધા છે. ર૦૧૪ ની બાકી ટેક્ષની રકમ પેટે પ્રથમ મોટી રકમ તથા ટેકસ ન ભરવો હોય તો ૩૦ ટકા રકમ લેખે પ્રથમ ૭૦૦૦ અને બાદમાં રકઝકના અંતે રૂ. ૬૦૦૦૦ વ્યવહાર પેટે માંગણી કરેલ.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીમાં ફરીયાદ કરતા જ ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવીઝનમાં ગાંધીનગર અસીબી પીઆઇ આર.એન.પટેલે કરવેરા સલાહકારની ઓફીસમાં જ લાંચ લેતા ઝડપી લીધાનું એસીબી સુત્રો જણાવે છે.

આમ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં  વધુ એક પ્રોફેશ્નલને સપડાવવામાં સફળતા મળી છે. આ અગાઉ સીએ દંપતી પણ એસીબીના છટકામાં અમદાવાદમાં જ ઝડપાયેલ જે જાણીતું છે.

(3:26 pm IST)