Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચૂંટણી પંચના નોડલ ઓફીસર નરસિંમ્હા કોમાર બારોબાર દરોડા પડાવશે તેવી ભીતીથી ભારે ફફડાટ

ચૂંટણી પંચનો ચમત્કારઃ ગણતરીના દિવસોમાં જ લાખો રૂપીયાનો દારૂ ઝડપાયો : રાજયભરમાં કાળા નાણાની હેરફેર અટકાવવા એરપોર્ટ પર એર ઇન્ટેલીજન્સ કાર્યરતઃ ઠેર-ઠેર નાકાબંધી-ચેકીંગ : વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત મધરાતે : સંવેદનશીલ મત વિસ્તારોમાં : લુખ્ખાઓને શાનમાં સમજાવ્યા : ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ -બોટાદ એસપી હર્ષદ મહેતાના સુપરવીઝનમાં ૭ જેટલી શંકાસ્પદ રીક્ષાઓ મળી

રાજકોટ, તા., ૧૪: લોકસભાની ચુંટણીની જાહેરાત સાથે જ ચુંટણી પંચ દ્વારા બે સિનીયર કક્ષાના આઇપીએસ સંજય શ્રીવાસ્તવ અને નરસિંમ્હા કોમારની ગુજરાતના પોલીસ નોડલ ઓફીસર તરીકે પસંદગી કરવા સાથે જ નરસિંમ્હા કોમારને  ચુંટણી ખર્ચ સાથે ગુજરાતમાં ચુંટણી દરમિયાન દારૂબંધીના કડક અમલ માટેની વિશાળ સતાઓ આપતા નરસિંમ્હા કોમાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ પાસેથી રોજે રોજ  કેટલો દારૂ પકડાયો? તેની માહીતી સાથે કંઇ કંઇ જગ્યાએ સર્ચ કર્યુ? દારૂના કેટલા અડ્ડાઓ ચેક કર્યા? નાકાબંધી દરમિયાન  દારૂના ટ્રકો કેટલા પકડાયા? તેવી માહીતી માંગી શરૂ થતા  ગણતરીના દિવસોમાં જ લાખો રૂપીયાનો અધધધ દારૂ રાજયભરમાંથી પકડાઇ ગયો છે.

સમગ્ર તંત્ર ચુંટણી પંચની અન્ડરમાં ચાલ્યું જતા અને ચુંટણી પંચ બારોબાર દરોડા પડાવે તો ખરાબ હાલત થઇ જાય તેવું સમજતા ચોક્કસ અધિકારીઓએ દારૂબંધીના કડક અમલ માટે ભરચક્ક પ્રયાસો આદર્યા છે. જો કે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ચુંટણી પહેલા પણ દારૂબંધીના કડક અમલ માટે સરાહનીય પ્રયાસો કર્ર્યા છે. જેનો ઇન્કાર થઇ શકે તેમ નથી.

દરમિયાન રાજયભરમાં ચુંટણીઓ ન્યાયી અને ભયમુકત બને તે માટેના પ્રયાસોના ભાગરૂપે વડોદરાના પોલીસ કમિશ્નર મધરાતે સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી આસપાસની સ્થિતિનું નિરીક્ષણ  કરવા સાથે કેટલાક શકમંદ તત્વોને આગવી ઢબે રાજકોટ સ્ટાઇલથી શાનમાં સમજાવી દીધા હતા. તેઓએ સંવેદનશીલ મત તથા અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્રોની પણ મુલાકાત લીધી હતી.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેેશ મુજબ  કાળા નાણાની હેરફેર અટકાવવા માટે રાજયભરમાં એર ઇન્ટેલિજન્સ કાર્યરત કરવામાં આવ્યા છે. ફલાઇંગ સ્કવોડ  વિડીયો સર્વેલન્સ, વિડીયો વ્યુઇંગ દ્વારા રાજયભરમાં રાજકીય પક્ષોના ખર્ચ પર દેખરેખ રાખવાના આઇજીપી નરસિંમ્હા કોમારના આદેશનું કડકાઇથી પાલન થઇ રહયું છે.

દરમિયાન ભાવનગરના રેન્જ વડા અશોકુાર યાદવના માર્ગદર્શન હેઠળ બોટાદના એસપી હર્ષદ મહેતાની આગેવાની હેઠળ એસઓજીના પીઆઇ એમ.એમ.દિવાન તથા ટીમ ચુંટણી સંદેર્ભે પેટ્રલીંગ હતા ત્યારે ૭ જેટલી શંકાસ્પદ રીક્ષાઓ કબ્જે કરવામાં આવી છે. આ બાબતે વિશેષ તપાસ ચાલુ છે.  સુરત, અમદાવાદ, રાજકોટ સહિત રાજય ભરમાં ચુંટણી સંદર્ભે કાયદો વ્યવસ્થા જાળવવા તંત્ર દોડધામ કરી રહયું છે.

(3:28 pm IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST

  • ગીતા પટેલને ધાંગ્રધા બેઠક ઉપરથી લડાવોઃ હાર્દિકની કોંગ્રેસ સમક્ષ માંગ : ગીતા પટેલ છે હાર્દિકના સાથી : હાર્દિક પટેલે ગીતા પટેલ માટે કરી ટીકીટની માંગણીઃ ગીતા પટેલ માટે ધાંગ્રધા બેઠક પરથી ટિકીટની માગ access_time 3:57 pm IST